Aapnu Gujarat
ગુજરાત

તાજમહાલના પર્યટકો ઘટ્યાઃ વારાણસીની રોનક પાછી ફરી

દુનિયાની અજાયબીઓમાં સામેલ તાજમહાલના પર્યટકોની સંખ્યામાં ગયા વર્ષે ઘટાડો નોંધાયો છે, પણ સમાન ગાળામાં વડાપ્રધાન મોદીના મતવિસ્તાર વારાણસી, લખનૌ અને અયોધ્યામાં ટૂરિસ્ટ્‌સની સંખ્યા વધી છે.ઉત્તરપ્રદેશ સરકારના તાજેતરના આંકડામાં તાજમહાલ અને આગ્રાના કિલ્લાના પર્યટકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ પર્યટકો દ્વારા મુલાકાત લેવાતાં ટોચનાં બે ઐતિહાસિક સ્થળોમાં તાજમહાલ અને આગ્રાના કિલ્લાનો સમાવેશ થાય છે.
રસપ્રદ વાત એ છે કે, આ બંને ઐતિહાસિક ઇમારતોના વિદેશી પર્યટકોમાં વધારો નોંધાયો છે, પણ સ્થાનિક ટૂરિસ્ટ્‌સની સંખ્યા ઘટી છે.ઉત્તરપ્રદેશ સરકારના આંકડા પ્રમાણે ૨૦૧૬માં કુલ ૬૨ લાખ ટૂરિસ્ટ્‌સે તાજમહાલ અને ૨૨ લાખ પર્યટકોએ આગ્રાના કિલ્લાની મુલાકાત લીધી હતી, જે ૨૦૧૫ના અનુક્રમે ૬૫.૧૩ લાખ અને ૨૩.૪૪ લાખ પ્રવાસીની તુલનામાં ઘટાડો દર્શાવે છે.ગયા વર્ષે તાજમહાલ અને આગ્રાના કિલ્લાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં સાધારણ વધારો નોંધાયો હતો, પણ સ્થાનિક ટૂરિસ્ટ્‌સની સંખ્યા નોંધપાત્ર ઘટી હતી. ઉત્તરપ્રદેશ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તાજમહાલના મિનારા અને ડોમનું સમારકામ ચાલી રહ્યું છે.ઉપરાંત, એક્સપ્રેસવે અને દિલ્હીથી ફાસ્ટ ટ્રેનની સુવિધા છતાં આગ્રા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કથળી રહ્યું છે. સ્થાનિક પર્યટકોની સંખ્યામાં ઘટાડાની સમીક્ષા થઈ રહી છે. આગ્રાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા પણ અગાઉના ૧.૦૮ કરોડથી ઘટીને ૧.૦૩ કરોડ થઈ છે.એક તરફ આગ્રાની ચમક ઘટી રહી છે, પણ ઉત્તરપ્રદેશના પ્રાચીન પર્યટન શહેરોનું આકર્ષણ ફરી વધ્યું છે. જેમ કે, વારાણસી, લખનૌ અને અયોધ્યાના પર્યટકોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૬માં ૫૯ લાખ પર્યટકોએ વારાણસીની મુલાકાત લીધી છે, જે ૨૦૧૫ની તુલનામાં પાંચ ટકા વૃદ્ધિ દર્શાવી છે.લખનૌના પ્રવાસીઓની સંખ્યા લગભગ સાત લાખ વધીને ૪૯ લાખ થઈ છે. ૧.૫૫ કરોડ લોકોએ ગયા વર્ષ અયોધ્યાની મુલાકાત લીધી છે, જેમાં મોટા ભાગના સ્થાનિક પર્યટકો છે. આગ્રા અને સારનાથ પછી વારાણસી વિદેશી પર્યટકોનું ત્રીજું સૌથી માનીતું સ્થળ બન્યું છે.યુપી સરકારના એક અધિકારીએ જણાવ્યું હતું કે, વારાણસી અને લખનૌના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને રોડની સ્થિતિમાં સુધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, વારાણસી વડાપ્રધાન મોદીનો મતવિસ્તાર છે.ઉત્તરપ્રદેશનાં શહેરોમાં અલ્હાબાદની લગભગ ૪.૧૧ કરોડ જેટલા સૌથી વધુ સ્થાનિક પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. સંગમ તેનું મુખ્ય આકર્ષણ રહ્યું છે. આગામી કુંભ મેળો ૨૦૧૯માં યોજાશે. ૨૦૧૩માં અગાઉના કુંભ મેળા વખતે ટૂરિસ્ટ્‌સની સંખ્યા વધીને ૮.૫ કરોડે પહોંચી હતી. યુપીના પ્રવાસીઓમાં ૨૦૧૬માં ૩ ટકા વધારો નોંધાયો છે અને સંખ્યા ૨૧.૪૮ કરોડ રહી છે, પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર ૧.૭ ટકા વધી છે.

Related posts

ખાડિયા વિસ્તારમાં કોન્સ્ટેબલ લક્ષ્મણ દેસાઇની હત્યા મામલામાં મયુર દવે સહિત પ નિર્દોષ જાહેર

aapnugujarat

अहमदाबाद शहर में जुलाई में स्वाइनफ्लू के १९ केस दर्ज किए गए

aapnugujarat

साबरमती आश्रम से बेदखली के खिलाफ HC पहुंचा गांधीजी का बसाया परिवार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1