Aapnu Gujarat
ગુજરાત

લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા વ્યાજબી દરે મિઠાઈનું વિતરણ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર લાયન્સ ક્લબ પરિવાર હર હંમેશ સેવાકીય કાર્ય કરે છે. જોકે જરૂરિયાતમંદ લોકોને વિવિધ સેવાઓ પુરી પાડે છે. એકબાજુ મંદી ચાલી રહી છે અને બીજી બાજુ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે દિયોદર લાયન્સ કલબ પરિવાર દ્વારા દિયોદરમાં વ્યાજબી દરે મિઠાઇ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે મિઠાઈમાં મોહનથાળ, માવાની મિઠાઈ, ચવાણું, મુંબઇનો હલવો, સોન પાપડી, ભઠ્ઠા કણી જેવી અનેક મિઠાઈ અને ફરસાણ જેવી ચીજો સામાન્ય પરિવામના લોકો ખરીદી શકે અને તહેવારો મનાવી શકે તે હેતુથી મહેતા શાંતાબેન કાંતિલાલ નગર શેઠ પરિવારનાં હસ્તે અને મહેતા પ્રભાબેન તેમજ લાયન્સ કલબ પરિવાર દિયોદર દ્વારા મિઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રદીપ શાહ, જામાભાઈ પટેલ, યોગેશ હાલાણી, કે. પી. માળી, સુરેશભાઈ સહિત લાયન્સ ક્લબના સભ્યો હાજર રહ્યાં રહી મિઠાઈનું વિતરણ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

કલા મહાકુંભ એ આબાલવૃધ્ધ કલાકારોની કલા કુશળતાને પ્રોત્સાહિત કરવાનું આયોજન : વડોદરા જિલ્લા કલેકટર

aapnugujarat

અમદાવાદ જિલ્લાના ૪૬ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોના આરોગ્ય કર્મીઓને યોગતથા ધ્યાન અને યોગ્ય ખોરાક બાબતે ત્રિદિવસીય નિવાસી તાલીમ શિબીર નો પ્રારભ કરાયો

aapnugujarat

Gujarat Govt caps rates of RT-PCR test by private labs at Rs 800 : Dy CM Nitin Patel

editor

Leave a Comment

UA-96247877-1