Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ જિલ્લાના ૪૬ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોના આરોગ્ય કર્મીઓને યોગતથા ધ્યાન અને યોગ્ય ખોરાક બાબતે ત્રિદિવસીય નિવાસી તાલીમ શિબીર નો પ્રારભ કરાયો

અમદાવાદ જિલ્લાના  ૪૬ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોના આરોગ્ય કર્મીઓને યોગતથા ધ્યાન  અને યોગ્ય ખોરાક બાબતે  જાણકારી આાપવા માટે ત્રિદિવસીય નિવાસી  તાલીમ શિબીર નો પ્રારભ કરવામા આવ્યો હતો. આ યોગ મહોત્સવની જાણકારી આાપતા  જિલ્લા કવોલીટી  એસ્યોરન્સ ઓફીસર ડો. સ્વામી કાપડીયા એ જણાવ્યુ હતુ કે હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના કોમ્યુનીટી હેલ્થ ઓફીસરો તથા આાશા બહેનો ને યોગ તથા ધ્યાન  અને  યોગ્ય ખોરાક ની   જાણકારી આાપવા માટે અમદાવાદ જિલ્લા ના ૪૬ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરોના સો ઉપરાતના આરોગ્ય કર્મચારીઓને  ત્રિદિવસીય નિવાસી તાલીમ આાપીને તાલીમ બધ્ધ કરવા માટે આ યોગ મહોત્સવ યોજવામા આવેલ છે. આ તાલીમ બધ્ધ થયેલા આરોગ્ય કર્મીઓ આમજનતાને અને જન સમુદાય ને આ બાબતની જાણકારી આાપીને સમાજમા રોગો ઓછા થાય અને માનવી તદુરસ્ત રીતે જીવી શકે તે માટે આ કાર્યક્રમો હાથ ધરવામા આવેલ છે.

  જિલ્લા કવોલીટી  એસ્યોરન્સ ઓફીસર ડો. સ્વામી કાપડીયા એ  વધુમા જણાવ્યુ હતુ કે આ તાલીમ શીબીર મા  ડો. દિનેશ બારોટ, સ્ટેટ પ્રોગ્રામ ઓફીસર હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર, ટી.એચ.ઓ.  ડો. પુજા પ્રિયદર્શીની, હેલ્થ વિભાગના અન્ડર સેક્રેટરી મીતાબેન દેસાઇ, સેકશનઓફીસર જાગૃતીબેન જાની  હાર્ટફુલનેશ સસ્થાન ના   જીગ્નેશ સેલત  એ હાજર રહીને યોગ મહોત્સવ બાબતે વિસ્તુત જાણકારી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન થી આપી હતી.

Related posts

ઓરી રૂબેલા રસીકરણ અભિયાનઃ ૧.૬ કરોડ બાળકોને આવરી લેવાશે

aapnugujarat

હિંમતનગરની રોયલ રેસીડેન્સીની નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ

editor

કચ્છમાં ૨૦૦થી વધુ ગાયોના શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1