Aapnu Gujarat
ગુજરાત

નાનો પરિવાર…સુખી પરિવાર..ના સંદેશ ને ઘરે ઘરે પહોંચાડી સીમિત પરિવાર રાખવા અનુરોધ કરતા પ્રમુખશ્રી જીતેન્દ્રસિંહ

      વિશ્વ જનસ્થિરતા પખવાડીયા ઉજવણી અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ બાવળા દ્વારા નલકાંઠા વિસ્તાર માં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાગડ ખાતે સાસુ  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાનુ કુટુંબ સુખી કુટુંબ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ ના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ.પ્રમુખશ્રી ઉપસ્થિત મહિલાઓ ને નાનો પરિવાર..સુખી પરિવાર ના સંદેશા ઘરે ઘરે પહોંચાડી ને  સીમિત પરિવાર માટે અનુરોધ કર્યો હતો.તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્પેશ ગાગાણી  મેડિકલ ઓફિસર ડો.સંધ્યા રાઠોડ..જિલ્લા આઇઇસી અધિકારી વિજય પંડિત, ડો.લલિત શાહ સહિતમોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
        પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાગડ ખાતે સાસુ  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર અમદાવાદ જિલ્લામાં 11 જુલાઇ થી 24 જુલાઈ સુધી વિશ્વ જનસ્થિરતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સેવા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોમાં જન જાગૃતિ ના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકોને “કુટુંબ નિયોજનથી નિભાવીએ જવાબદારી, માતા અને બાળકના સ્વાસ્થ્યની પૂરી તૈયારી” સૂત્ર અંગેની પણ સમજ આપવામાં આવી રહી છે.

Related posts

હિંસાની દહેશતની વચ્ચે હાર્દિકના ઉપવાસ શરૂ

aapnugujarat

ગોંડલમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

aapnugujarat

૫૦ માઇક્રોન કે વધુ જાડાઇના પ્લાસ્ટિક કપનો ઉપયોગ માન્ય : હાઈકોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1