Aapnu Gujarat
ગુજરાત

૫૦ માઇક્રોન કે વધુ જાડાઇના પ્લાસ્ટિક કપનો ઉપયોગ માન્ય : હાઈકોર્ટ

ચા માટે કે અન્ય ઠંડા પીણા માટે વપરાતા પ્લાસ્ટિકના ઉપયોગ મામલે ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટતા કરતાં આદેશમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત સત્તાવાળાઓને આ મામલે કેન્દ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકા મુજબ પાલન કરવા હુકમ કર્યો છે અને ૫૦ માઇક્રોન કે તેથી વધુ જાડાઇ ધરાવતા પ્લાસ્ટિકના કપના ઉપયોગને કાયદેસર ઠરાવી મંજૂરી આપી છે. ચાની કીટલીઓ તેમ જ અન્ય સ્થળોએ હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના કપના મુદ્દે અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન સહિતના સંબંધિત સત્તાવાળાઓએ સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી આવા આરોગ્ય માટે હાનિકારક એવા પ્લાસ્ટિકના વપરાશ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને આ અંગેનું જાહેરનામું પણ જારી કર્યું હતું. રાજયભરમાં વિવિધ શહેરોમાં સત્તાવાળાઓની આ ડ્રાઇવની અસર જોવા મળી હતી. દરમ્યાન હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના કપના ઉપયોગ પર પ્રતિબંધના નામે અમ્યુકો સહિતના સત્તાવાળાઓ તરફથી વેપારીઓને ખોટી હેરાનગતિ થઇ રહી હોવાનો મુદ્દો ઉઠાવતી અને આ મામલે ચા ના કપની જાડાઇ અને તેનું ધોરણ સ્પેસીફા્રૂનક્કી ) કરવા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અલગ-અલગ રિટ અરજી થઇ હતી. જેમાં એડવોકેટ રાજન પટેલે જણાવ્યું હતું કે, સત્તાવાળાઓ દ્વારા હલકી ગુણવત્તાના ઓઠા હેઠળ વેપારીઓને ખોટી રીતે કનડગત કરાય છે. વાસ્તવમાં કેન્દ્ર સરકારે જે માર્ગદર્શિકા જારી કરેલી છે, તેમાં ૫૦ માઇક્રોન કે તેથી વધુ જાડાઇના પ્લાસ્ટિકના કપના ઉપયોગ અને વપરાશ પર કોઇ પાબંદી કે પ્રતિબંધ નથી તેમછતાં સત્તાવાળાઓ દ્વારા આ માર્ગદર્શિકાને પણ નેવે મૂકી મનસ્વી રીતે કાયદાના પાલનના ઓઠા હેઠળ વેપારીઓને હેરાન કરાઇ રહ્યા છે. સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પણ રદબાતલ ઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષની રજૂઆત ધ્યાનમાં લઇ હાઇકોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સત્તાવાળાઓને જાહેરનામામાં જરૂરી સુધારો કરવા પણ તાકીદ કરી હતી. ગુજરાત હાઇકોર્ટના આ હુકમને પગલે વેપારીઓને રાહત મળી છે.

Related posts

અદાણી એરપોર્ટ પર ૧ એપ્રિલથી પાર્કિંગનો સમય ઓછો અને ચાર્જ વધુ

editor

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ કરતી ટોળકી પકડાઈ

aapnugujarat

જામકંડોરણામાં વીજળી પડતા યુવાનનું મોત

editor

Leave a Comment

UA-96247877-1