Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગરની રોયલ રેસીડેન્સીની નજીકનો વિસ્તાર પાણીમાં ગરકાવ

સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર શહેર અડીને આવેલ ઝહીરાબાદ ગામ પંચાયતની હદમાં આવેલી રોયલ રેસીડેન્સી પાસે ૨૫ કરતા પણ વધારે મકાનો આવેલ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા આ વિસ્તારમાં ૪ ફુટ કરતાં પણ વાધારે પાણી ભરાઈ ચુક્યા છે. જાણે કે નદીમાં પુર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારના લોકો ચોમાસામાં આ સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. અહીં અવર જવર કરવા માટેનો રસ્તો પણ એક જ છે. જો કોઈ અગમ્ય કારણોસર આગ અથવા કોઈ આકસ્મિક ઘટના બને તો અવર જવર કરવા માટે બીજા કોઈ રસ્તાનો વિકલ્પ જ નથી. અહીંના લોકો દ્વારા ચાર વર્ષથી ગામ પંચાયતથી લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ વિકાસની વાતો કરતી સરકાર આ સમસ્યાનો નિકાલ લાવી શકી નથી. આ વિસ્તારની બીજી સમસ્યા આ વિસ્તારના સરપંચના સંબંધી દ્વારા જાહેર રોડ પર ગેરકાયદેસર દિવાલ ઉભી કરી જાહેર રોડનો ભોગવટો પણ ઝહીરાબાદ ગામ પંચાયતના સરપંચના સંબંધી ભોગવી રહ્યા છે જેથી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે આ જાહેર રોડ પર કરવામાં આવેલ દિવાલ જવાબદાર છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.હાલમાં વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં ડેન્ગ્યુ તથા મેલેરિયા જેવા પાણીજન્ય રોગો પણ ઉત્પન્ન થાય છે ત્યારે આ વિસ્તારમાં ૧૦૦થી વધુ લોકો રહે છે. જો હવે આ પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળશે અથવા વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કોઇ આકસ્મિક બનાવ બનશે તો જવાબદાર કોણ ? તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા વધુમાં જણાવાયું હતું કે આ સમસ્યાને લઇ સાબરકાંઠા જિલ્લા કલેકટર, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તમામ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહી છે. વિકાસની વાતો કરતી સરકાર આ વિસ્તારમાં ક્યારેય વિકાસ કરશે તે જોવાનું રહ્યું. સ્થાનિક અગ્રણીઓની સમસ્યા હલ કરવામાં નહીં તો આવનારા દિવસોમાં આંદોલન અને આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

મહિલાલક્ષી યોજનાઓની સમીક્ષા કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલ એલ. દેસાઇ

editor

१०८ एम्ब्युलन्स वटवा के पास हुए गड्ढे में फंसने से सनसनी

aapnugujarat

જમાઇનું ગુપ્તાંગ-ગળુ દબાવી મારી નાંખવાની સાસુએ ધમકી આપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1