Aapnu Gujarat
ગુજરાત

કાંકરેજ તાલુકામાં ભારે વરસાદ : ખેડૂતો ચિંતિત

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. કાંકરેજના અનેક વિસ્તાર જેવા કે, થરા, શિહોરી, ખારીયા, ઉણ, ભદ્રેવાડી, ઉબરી, કંબોઇ,ખીમણા,વડા,રાણકપુર સહિત ગ્રામીણ વિસ્તારનાં રસ્તા,ગટરો તેમજ ખેતરો પાણીમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મુખ્યત્વે કપાસ, જુવાર, બાજરી, મગફળી, એરંડા, સહિતના અનેક પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. ખેતર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.જગતના તાતને મોંમા આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવા ઘાટ સર્જાયો છે. વર્તમાન સ્થિતિમાં ખેડૂત પાયમાલ થવાના આરે હોય એમ લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે, સરકાર લીલો દુષ્કાળ જાહેર કરી ખેતરોના સર્વે કરાવી ખેડૂતોને રાહત આપે તેવી માંગ ઉઠી રહી છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો નવરાત્રિ શરૂ થઈ છે. ઠેર ઠેર વરસાદના કારણે ગરબાનાં કાર્યક્રમો રદ કરવામા આવ્યા છે અને ગરબા રમવાની જગ્યાઓ પર વરસાદી પાણી ભરાય જવા પામ્યા છે.હવામાન ખાતા તરફથી પણ આવનારા સમયમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આજે કાંકરેજમાં ૨ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
(તસવીર / અહેવાલ :- મહોમ્મદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

editor

પૈસાના બદલામાં કિશોરી

aapnugujarat

પ્રાંતિજ નેશનલ હાઈ-વે કફોડી સ્થિતિમાં

editor

Leave a Comment

UA-96247877-1