Aapnu Gujarat
ગુજરાત

પૈસાના બદલામાં કિશોરી

દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં ૧૩ વર્ષની કિશોરીને પૈસાના બદલામાં લગ્ન કરાવ્યાની વિગતો સામે આવી છે. ઘટનાના ફોટા અને વિડીયોને પગલે પંથકમાં ચકચાર મચી ગઇ છે. જો છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતો નક્કી કરતી સનસનીખેજ સોદાબાજી બેનકાબ થઈ છે. કન્યા વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ખેરમાળ ગામમાં કિશોરીની સોદાબાજી થઈ છે જેમાં પૈસા લઈ બાળ લગ્ન કરી આપી ચોંકાવનારી સોદાબાજી કરવામાં આવી છે. રેશનકાર્ડમાં દર્શાવેલ ગમાર હસાભાઇ ગલબાભાઇના પરિવારમાં ગમાર ઉર્મિલા બસુભાઇ પણ છે.જન્મતારીખના પત્ર મુજબ આજે ૧૫ વર્ષની ઉંમરે પહોંચી છે. લગ્નની સોદાબાજી થઈ હોવાના ફોટા અને વિડીયો સહિતની વિગતો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લગ્નની સોદાબાજી પાક્કી હોવાની ખાત્રી કરાવવા જો ફોક જાય તો પૈસા પાછા આપીશું તેવું કહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, રેશનકાર્ડ, લગ્નના ફોટા-વિડીયો, અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે.ઉર્મિલા સગીર વયની છતાં પૈસા માટે પુખ્ત વયના યુવાન સાથે લગ્ન કરાવ્યા છે. છોકરીના લગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે.
(તસવીર / અહેવાલ : મોહંમદ ઉકાણી, બનાસકાંઠા)

Related posts

अंबाजी में बारिश के कारण धूटने तक पानी

aapnugujarat

૬ જાન્યુઆરીથી અમદાવાદામાં પતંગોત્સવનો પ્રારંભ

aapnugujarat

વલસાડમાં મુસ્લિમ મહિલાઓએ કહ્યું, ‘ત્રિપલ તલાક બિલ પાછું ખેંચો’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1