Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીક આવેલ સુખી ડેમમાં પાણીની આવક વધતા ૮ ગેટ ખોલી દેવાતા ૨૫૦૮૭.૭૭ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મધ્યપ્રદેશમાં પાણીનું પ્રમાણ વધતા સુખી ડેમમાં પાણીની આવક વધી રહી હોય ૧૪૭.૮૨ મીટર મહત્તમ લેવલ હોય હાલ ૧૪૭.૮૦ જેટલું લેવલ થઈ જતાં પાણીની આવક વધતાં તંત્ર દ્વારા ૮ દરવાજા ખોલી ૨૫૦૮૭.૭૭ ક્યુસેક પાણી છોડી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચોમાસુ ખૂબ સારું રહ્યું હોય સુખી ડેમ પાંચ વર્ષ બાદ મહત્તમ ભરાયો હોય અને વધુને વધુ દરવાજા ખોલવા પડી રહ્યા છે. કિનારાના ગામવાસીઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં છે. રામી ડેમમાં પાણીની આવક વધતા ૧૯૬.૪૫નું લેવલ થઈ જાઇ ૧૦ સેન્ટીમીટર ઓવરફલો થઇને પાણી વહી રહ્યું છે.

(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

પતિનાં હત્યા કેસમાં CIDને તપાસ સોંપવા માટે રિટ થઇ

aapnugujarat

થરા નગર પાલિકા દ્વારા ‘‘નમામિ દેવી નર્મદે મહોત્સવ – ૨૦૧૯’’ નો કાર્યક્રમ રાણકપૂર ખાતે યોજાયો

aapnugujarat

દિયોદર ખાતે ઉતર ગુજરાત ભારત વિકાસ પરિષદ ૨૦૧૯ દ્વારા દિયોદર ખાતે ભારત કો જાનો સ્પર્ધા તેમજ પ્રશ્ન મંચ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1