Aapnu Gujarat
ગુજરાત

થરા નગર પાલિકા દ્વારા ‘‘નમામિ દેવી નર્મદે મહોત્સવ – ૨૦૧૯’’ નો કાર્યક્રમ રાણકપૂર ખાતે યોજાયો

ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ન્પર બંધ બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમ પ્રથમ વખત તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૭ મીટર હાંસલ કરેલ છે. આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નમામિ દેવી નર્મદે મહોત્સવ અંતર્ગત નીર વધામણા કરવામાં આવ્યાં હતાં.
થરામાં આવેલ થરા નગર પાલિકા તથા થરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. થરા નગર પાલીકાથી ઢોલ અને ઙી.જે સાથે રાણકપુર સુધી રેલી યોજીને રાણકપુર ખાતે પસાર થતી નર્મદા મુખ્ય નહેર ખાતેે સભા યોજીને નર્મદા મુખ્ય નહેરના આરતી ઉતારી શ્રીફળ વધેરી નીરના વધામણા કરવામાં આવ્યાં હતાં. લાડુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં થરા નગર પાલિકા પ્રમુખ ભારતી ઠક્કર, ઉપ-પ્રમુખ વસંતજી ઠાકોર, પૂર્વ ઉપ-પ્રમુખ ખાનુભા કે. વાઘેલા, ચીફ ઑફિસર દશરથ પટેલ, થરા માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા, થરા શહેર ભાજપ પ્રમુખ તેજાજી એમ. ઠાકોર, પૂર્વ પ્રમુખ કનુ ઠક્કર, કાંકરેજ નાયબ મામલતદાર તેજાભાઈ પટેલ, રાયમલભાઈ ડી.પટેલ, થરા નગર પાલિકા કોર્પોરેટર યશપાલસિંહ પી. વાઘેલા, થરા નગર પાલિકા કોર્પોરેટર બાબુભાઈ દેસાઈ, કિરીટ અમરતલાલ અખાણી, વિનોદ શાહ (નાકોડા ગ્રુપ અમદાવાદ), નિરંજન ડી.ચૌહાણ, સેનેટરી ઇન્સપેક્ટર પ્રવીણ ચૌધરી, નીરવ જોષી, મફાભાઈ મોચી, થરા અનુપમ શાળા નંબર- ૨ ના આચાર્ય બિન્દેશ્વરિબા એન. વાઘેલા, શિક્ષક પ્રહલાદ એલ.આચાર્ય, શિક્ષક ગીતાબેન મેણાંત, શિક્ષક સંજય પટેલ, છનાભાઈ દરજી, શક્તિસિંહ ઝાલા,પૂનમબેન રાજગોર, નિકિતા દરજી વગેરે હાજર રહ્યા હતા.

તસવીર/અહેવાલ :- મોહંમદ ઉકાણી કાંકરેજ,બનાસકાંઠા)

Related posts

સરકારની હાઇકોર્ટમાં કબૂલાત : રાજ્યમાં ૫૨ હજાર કરતા વધુ દર્દી ઓક્સિજન પર

editor

“ધોલેરા સર” મુદ્દે “કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ..

aapnugujarat

નર્મદા જિલ્લામાં માળખાકીય સુવિધાઓ ક્ષેત્રનાં સઘન અમલીકરણની દિશામાં ઘનિષ્ઠ પ્રયાસોની જરૂરીયાત પર ભાર મુકતાં કેન્દ્રીય પ્રભારી સચિવશ્રી આર.પી. ગુપ્તા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1