Aapnu Gujarat
ગુજરાત

“ધોલેરા સર” મુદ્દે “કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ..

ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન સામે લોકો દ્વારા કરાયેલી અરજીનો નિકાલ આવે નહીં ત્યાં સુધી હાઇ કોર્ટે પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપતાં ગુજરાત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટને ફટકો પડયો હતો. ૧૧ ડિસેમ્બર ૨૦૧૭થી આ આદેશ આવ્યો હોવા છતાં તેમાં ગુજરાત સરકાર ખેડૂતોને ટાઉન પ્લાનીંગ એક્ટ હેઠળ નોટિસ આપીને પરેશાન કરી રહી હતી. સાત ગામના ૩૬૦૦ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. જમીન ખેડૂતો પાસેથી મફતમાં લઈને ઉદ્યોગોને આપી દેવાની નીતિને મોટી લપડાક પડી હતી. ગુજરાત વડીઅદાલતમાં સર કાયદાની બંધારણીય યોગ્યતા અને ટાઉન પ્લાનીંગ એકટને ખેતીની જમીનમાં લાગુ કરવાની કાયદેસરતાને પડકારાઈ હતી. રાજય સરકારન આ ૨૨ ગામોની જમીનનો કબ્જો ના લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા માટે આદેશ કર્યો હતો. તેમ છતાં ખેડૂતોને ટાઉન પ્લાનિંગ માટે દસ્તાવેજો રજૂ કરવા ૧૦ જેટલી નોટિસ સરકારે આપી હતી. આમ કન્ટેમ્પ્ટ ઓફો કોર્ટની નોટિસ ગુજરાતની વડી અદાલતે સરકારને આપી છે. આમ છતાં હવે ભાજપ સરકારનું વાયબ્રન્ટ ગુજરાતનું સ્વપ્ન ખંભાતના અખાતમાં ગરકાવ થઈ ગયું છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ધોલેરાને આગળ કરી પ્રચાર કરવાની ગણતરી પણ ખોરવાઈ ગઈ છે.
આ ચૂકાદો એટલા માટે મહત્વનો હતો, કારણ કે રાજય સરકાર ધોલેરા એક નહીં પરંતુ રાજયમાં આવા અન્ય ૧૪ સર બનાવવા માંગે છે. વડીઅદાલતના મનાઈ હુકમના કારણે સર એકટની બંધારણીય યોગ્યતા પર હવે સવાલ ઊભા થઈ રહ્યાં છે. ગુજરાત ખેડૂત સમાજ અને ધોલેરા વિસ્તારના ૨૨ ગામોના લોકો દ્વારા કરાયેલી અરજીના પગલે ત્રણ કલાક લાંબી ચાલેલી સુનાવણી બાદ ગુજરાતની વડીઅદાલતના કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ વિપુલ પંચોલીની બનેલી ડિવીઝન બેંચે અરજીને દાખલ કરી હતી અને રાજ્ય સરકારને પૂર્વવત સ્થિતિ જાળવવા આદેશ આપ્યો હતો. તેમ એડવોકેટ વખારિયાએ તે સમયે જણાવ્યું હતું.
વડીઅદાલતમાં થયેલી જાહેરહીતની અરજીમાં સર એકટની કલમ ૩,૪,૫,૮,૧૭,૨૯ની બંધારણીય યોગ્યતાને પડકારવામાં આવી છે. ખેડૂતો દ્વારા કોર્ટ સમક્ષ એવી દલીલ મુકવામાં આવી છે કે આ તમામ જમીન પંચાયતની અંદર આવે છે અને ખેતીની જમીન છે. જે વિસ્તાર ગ્રામ્ય માંથી શહેરી બનવા તરફ જઈ રહ્યો હોય તો તેના વિકાસ માટે ઓથોરિટીની રચના કરવી પડે. રાજય સરકારનું પગલું બંધારણના અનુચ્છેદ ૨૪૩ (ઝેડ)(ડી) અને (ઝેડ)(ઈ)નું સીધુ ઉલ્લંઘન છે.
નોટિસનો વિરોધ કરવા માટે ૩૬૦૦ ખેડૂતો સરકારી કચેરીએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. ખેડૂતો છેલ્લાં ૧૦ વર્ષથી પોતાની જમીન નહીં આપવા માટે આંદોલન ચલાવી રહ્યાં છે અને ધેલેરા સર એક્ટ ૨૦૦૯નો પણ સતત વિરોધ કરી રહ્યાં છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હસ્તક આવતાં શહેર વિકાસ વિભાગ કોઈ પણ રીતે ખેડૂતોની જમીન લઈ લેવા માંગે છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા આગામી વર્ષોમાં સ્માર્ટ સીટીનું નિર્માણ કરવા માટે ભાજપના નેતાઓ અધીરા બન્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે, ધોલેરાના વતની હોવા છતાંય પૂર્વ મહેસૂલમંત્રી હાલના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખેડૂતોને નુકસાનકારક ધોલેરા સર રદ કરતા નથી. ખેડૂતોને મદદ કરતાં નથી. તેથી તેમને હરાવવાનું વિધાનસભાની ચૂંટમીમાં નક્કી કર્યું હતું. તેઓ ૩૫૦ મતથી જ વિજેતા બન્યા હતા. જો કોંગ્રેસના ખોડાજી ઠાકોરે ભૂપેન્દ્રસિંહને મદદ ન કરી હોત તો હાર નક્કી હતી. આમ ભાજપના ટોચના નેતા કે જે ધોલેરાના જ વતની છે. તેમ છતાં ખેડૂતોનો અવાજ તેમણે ભાજપમાં ક્યારેય ઊઠાવ્યો નથી. તે જ શંકા ઊભી કરે છે.

Related posts

वैष्णव देवी सर्कल के निकट हिट एन्ड रन : एक की मौत

aapnugujarat

૫ જુને પર્યાવરણ સંશોધન અંગે ગાંધીનગરમાં બેઠક મળશે

aapnugujarat

ગાંધીનગરમાં સોમનાથ બ્રહ્મકર્મ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1