Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વિમાનમાં વપરાતું જેટ ફ્યુઅલ પેટ્રોલ-ડિઝલ કરતા પણ સસ્તું, ભાવમાં ૧૪.૭% ટકાનો ઘટાડો

વિમાનમાં વપરાતા એવિએશન ટરબાઈન ફ્યુઅલની કિંમતમાં આંતારાષ્ટ્રીય સ્તરે ઘટાડો થતા તેની કિંમત પેટ્રોલ અને ડિઝલ કરતા પણ ઓછી થઈ ગઈ છે. એટીએફની કિંમતમાં મંગળવારે ૧૪.૭ ટકાનો ઘટાડો થયો છે. વિમાનમાં વાપરવામાં આવતા ફ્યુઅલની કિંમતમાં પ્રતિ કિલોલિટર દીઠ ૯,૯૯૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જયારે ટકાવારી પ્રમાણે ફ્યુઅલના ભાવમાં ૧૪.૭ ટકાનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડા સાથે પ્રતિ કિલોલિટરનો ભાવ ૫૮,૦૬૦.૯૭ રૂપિયા થયો છે. આ માહિતી સરકાર સંચાલિત ઓઈલ કંપનીઓએ આપી છે.
જેટ ફ્યુઅલના ભાવમાં એક જ મહિનામાં આ બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. અને જેટ ફ્યુઅલમાં એક વખતમાં કરવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. અગાઉ ૧ ડિસેમ્બરે ૮,૩૨૭.૮૩ પર કિલોલિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ટકાવારી પ્રમાણે જોઈએ તો ૧૦.૯ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ફ્યુઅલમાં થયેલા ઘટાડાને પગલે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી એરલાઈન્સને રાહત મળશે. આમ જેટ ફ્યુઅલના ભાવ મુંબઈ જેવા શહેરમાં મળતા નોન-પીડીએસ કેરોશીન કરતા પણ ઓછા થયા છે.
એક લિટર પેટ્રોલનો ભાવ દિલ્હીમાં ૬૮.૮૫ રૂપિયા છે. જયારે જેટફ્યુઅલનો દિલ્હીમાં પ્રતિ કિલોલિટરનો ભાવ ૫૮,૦૬૦.૯૭ રૂપિયા છે. આમ જેટ ફ્યુઅલનો કિલોલિટરનો ભાવ ૫૮.૦૬ રૂપિયા પ્રતિ લિટર છે. બીજી તરફ ડિઝલનો પ્રતિ લિટરનો ભાવ ૬૨.૬૬ રૂપિયા છે.

Related posts

उत्तर प्रदेश में कानून व्यवस्था की स्थिति दिन प्रतिदिन बिगड़ती जा रही : अखिलेश यादव

aapnugujarat

राहुल का पीएम मोदी पर तंज, कहा – देश को कर रहे हैं बर्बाद

editor

औरंगाबाद को लेकर शिवसेना की ज़िद से कांग्रेस-एनसीपी नाराज

editor

Leave a Comment

UA-96247877-1