Aapnu Gujarat
ગુજરાત

બિન અનામત વર્ગ માટે સરકારની લાભકારી જાહેરાત, આવક મર્યાદા વધારાઈ

બિન અનામત વર્ગ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકાર તરફથી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી આ મુદ્દે જાણકારી આપી છે. બિન અનામત વર્ગ માટે રાજ્ય સરકારની જાહેરાતમાં આવક મર્યાદા રૂ.૩ લાખથી વધારીને રૂ.૪.૫૦ લાખ કરી છે. વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેની આવક મર્યાદામાં વધારો કરાયો છે. ૪.૫૦ લાખની આવક મર્યાદા વધારીને રૂ.૬ લાખ કરાઈ છે. તબીબી શિક્ષણ માટે ગુજરાત બહાર અભ્યાસ કરનારને પણ લાભ થશે. તેમજ વિદેશ અભ્યાસ માટે સસ્તા દરે વિદ્યાર્થીને લોન મળશે. ગુજરાતમાં ગ્રેજ્યુએશન કરનાર વિદ્યાર્થીને લાભ મળશે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કામગીરીની સમીક્ષા કરાઈ છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, બિન અનામતના શિક્ષિત યુવાનોના વિકાસ માટે સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. સરકારે લાભાર્થીઓની આવક મર્યાદામાં વધારો કરવાનો નિર્ણય લીધો આ સાથે ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત બહાર કે દેશ બહાર જતા વિદ્યાર્થીઓ માટે પણ મહત્વનો નિર્ણય લીધો છે.

Related posts

અકસ્માતો રોકવા માટે કેસ બેરિયર લગાડવા જોગવાઈ : નીતિન પટેલ

aapnugujarat

हरिद्वार में पेट्रोल पंप के सेल्समैन की आंख में झोंकी मिर्च, 33 लाख लूटे

aapnugujarat

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને પંજાબના ભાજપ પ્રભારી બનાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1