Aapnu Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે પત્રકારોનું સંગઠન બનાવવા બેઠકનું આયોજન કરાયું

રાજ્યનાં પાટનગર ગાંધીનગર ખાતે રવિવારે ગુજરાતમાંથી પત્રકારોનું એક રાજ્યકક્ષાનું સંગઠન બનાવવા માટે પત્રકારોની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોટી સંખ્યામાં પત્રકારોએ હાજરી આપી હતી. કોઈ ભેદભાવ વિના તટસ્થ સંગઠનનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વરિષ્ઠ પત્રકારોના હસ્તે કરાયો હતો. વંદે માતરમ ના ગાન સાથે તથા ‘‘પત્રકાર એકતા’’ના નારા લાગ્યા હતાં.
ઉપસ્થિત પત્રકારો પૈકી જિલ્લા પ્રમાણે એક એક પ્રતિનિધિ સજેશન કર્યા બાદ પ્રાથમિક માર્ગદર્શન નાનુ ડાખરાએ તેમજ સ્વાગત સ્થાનિક ગાંધીનગરના પત્રકાર પ્રદિપરાવલે કર્યું હતું. સંગઠન કેવી રીતે કરવું કેટલા હોદ્દેદારો, કેટલી સંખ્યાની કરોબારી સહિત માર્ગદર્શન લાભુ કાત્રોડીયાએ આપ્યું હતું.
સંગઠન પ્રથમવાર તટસ્થ, સર્વાનુમતે રચવા સૌ પ્રથમ ગુજરાતના આ સંગઠનનું નામ પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવતા ‘‘પત્રકાર એકતા સંગઠન’’ નામ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.
સૌ પ્રથમ પ્રમુખ માટે નામ માંગતા સર્વાનુમતે એક સૂરે ભાવનગરના પત્રકાર લાભુ કાત્રોડીયાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લા સંગઠનની રચના થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે આ પસંદગી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ચાર ઝોન પ્રભારી અને સહપ્રભારી નક્કી કરતા સમયે વિસ્તાર અને જિલ્લાઓને ધ્યાને લઈ સાત ઝોન કરવામાં આવ્યાં જેમાં પ્રભારી અને સહપ્રભારી જાહેર કરવામાં આવ્યાં હતાં.
દરેક ઝોનમાં પાંચની ટીમ બનાવવા નક્કી કરવામાં આવ્યું જેથી કોઈને કામ કરવાની ઈચ્છા હોય તે નારાજ ન થાય.. હવે પછી દરેક ઝોનની ટીમ તેની જવાબદારીના જિલ્લામાં મિટિંગો યોજી જિલ્લની ટીમ બનાવશે. આ કામગીરી વહેલી તકે કરવા દરેક ઝોન પ્રભારીની ટીમને સ્વતંત્ર અધિકારો આપવામાં આવ્યાં છે.
(૧) સલીમભાઇ બાવાણી (૨) યોગેન્દ્રસિંહ ચૌહાણ (૩) મોતીભાઇ હરસીતીયા (૪) મનહરલાલ (૫) જસવંતભાઇ કંસારા (૬) હરજીભાઇ (૭) ઈકબાલભાઇ પઠાણ (૮) બદરયા ભાઇ (૯) ગૌરાંગભાઇ પંડ્યાએ જવાબદારી સ્વીકારી છે.
પત્રકારોની અનેક સમસ્યાઓ વધતી જાય છે. આ સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવવા એક પ્રતિનિધિ મંડળ બનાવી યોગ્ય સ્તરે રજૂઆતા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપસ્થિત દરેક પત્રકારમાં એક નવો વિશ્વાસ પેદા થયો છે. અગાઉથી નામ નક્કી કરીને માત્ર ફૉર્માલિટિને બદલે સંપૂર્ણ સંગઠનની રચના સર્વાનુમતે થતાં ચર્ચાનો વિષય બન્યો હતો અને એક નવો વિશ્વાસ પેદા થયો હતો.

(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

राज्य के २६ तहसील में दर्ज हुई है उल्लेखनीय बारिश

aapnugujarat

અમદાવાદમાં રખડતા ઢોરે વૃદ્ધાનો લીધો ભોગ

aapnugujarat

Cyclone ‘Vayu’ no more a threat, nearly 2.75 lac people to return their homes : CM Rupani

aapnugujarat

Leave a Comment

UA-96247877-1