Aapnu Gujarat
Uncategorized

વેરાવળમાં ગાયોની તસ્કરી કરતાં બે શખ્સો ઝડપાયાં

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં ફરી વખત ગાયોની તસ્કરી કરતાં બે આરોપી ઝડવાનાં ઘણાં સમયથી વેરાવળની આજુબાજુનાં વિસ્તાર જેવા કે ભાલકા, પ્રભાસપાટણ, ભાલપરા, વેરાવળ જેવાં વિસ્તારમાં ગાયોની તસ્કરીનાં કિસ્સાઓ સામે આવ્યાં છે. આજરોજ ગીર-સોમનાથ એસઓજી દ્વારા ગોદરશા તળાવ જવાનાં રસ્તે બાતમીનાં આધારે કતલ કરવાનાં ઈરાદે બે ગાયોને ઈન્ડીકા કારમાં લઈ જતાં બે શખ્સો ઝડપાયા હતાં. મળતી માહિતી મુજબ કતલ કરવાનાં ઈરાદે ગાયોને ઈન્ડીકા કારમાં લઈ જતાં શખ્સોની ગાડીને રોકતાં પૂછપરછ કરતાં ડ્રાઈવર રઝાક અબ્દુલ ઉર્ફ મછર અને બીજો શખ્શ ઝીબરાન આમદ પટણી નાસી છૂટ્યા હતાં ત્યારે ગાડીમાં બેઠેલાં બે શખ્સ પૈકીનાં એક એવા મોઈન યુનુસ મલેક (ઉ.વ.૨૦) અને અબ્બારસ મહમદ હુસૈન (ઉ.વ.૨૩)ને પકડી પાડી વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related posts

ટેક્સ ઉઘરાણી મુદ્દે ધોરાજીના વેપારીઓએ નગરપાલિકા અધિકારીને આવેદનપત્ર સોંપ્યુ

editor

કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બ્રહ્મલીન સંતશ્રી સદારામ બાપાની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી

aapnugujarat

कोरोना काल में बर्बाद हुआ ऑटो सेक्टर

editor

Leave a Comment

UA-96247877-1