Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આંધ્રપ્રદેશ, તેલંગણા, તમિલનાડુ ,પંજાબ અને દિલ્હીમાં ભાજપ એક પણ બેઠક નહીં જીતી શકે : મમતા બેનરજી

લોકસભાની ચૂંટણીમાં તમામ પક્ષોનું વિશેષ ધ્યાન પશ્ચિમ બંગાળ પર છે. અહીં ૪૨ લોકસભાની બેઠકોમાં જ્યાં બીજેપીએ તેના પર મીટ માંડી છે તો ટીએમસીના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માને છે કે તેઓ એક પણ બેઠક ગુમાવશે નહીં. એક વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે અમે ૪૨માંથી ૪૨ બેઠક જીતીશું. તે જ સમયે તેમણે આ હકીકતને પણ બરતરફ કરી કે ભાજપ આ રાજ્યમાં તેમની સૌથી મોટી વિરોધી પાર્ટી છે.મમતાએ જણાવ્યું હતું કે કેવી રીતે ભાજપ સૌથી મોટો વિરોધી પક્ષ હોઈ શકે કારણ કે બંગાળથી લોકસભાની બે બેઠક અને એસેમ્બલીમાં ફક્ત ત્રણ બેઠકો છે.
મમતાએ કહ્યું, સપના જોવા માટે તેઓનું સ્વાગત છે, પરંતુ સત્ય કંઈક અલગ છે. મમતાએ કહ્યું કે તે જૂઠું બોલી અને લોકોને ફસાવે છે. તેઓ પાસે કોઈ દ્રષ્ટિ નથી. વચનો આપવાનું સહેલું છે.મમતાએ કહ્યું કે આ સમયે પરિસ્થિતિ અલગ છે. બંગાળ અને ઉત્તર પ્રદેશ બે રાજ્ય હશે જે સરકાર રચવામાં ભૂમિકા ભજવશે. આ સાથે તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુ એવા રાજ્ય હશે કે જ્યાં ભાજપ એક બેઠક પણ નહીં જીતી શકે. તેમજ પંજાબ અને દિલ્હીમાં પણ ભાજપ એક પણ બેઠક નહીં જીતી શકે. તો વળી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ૬૦ કે ૪૦મનાં સ્તર પર આવી જશે. તેવામાં તેઓ ક્યાંથી સીટ મેળવી શકશે.પશ્ચિમ બંગાળમાં ૨૩થી વધુ બેઠકો જીતવાની અમિત શાહની બાબતમાં મમતાએ કહ્યું હતું કે તેઓ એક બેઠક પણ જીતી શકશે નહીં.

Related posts

આગામી ચૂંટણીમાં લાભ લેવા કોંગ્રસની આક્રમક વ્યૂહરચના

aapnugujarat

ભારતમાં ૧,૨૦૦ રોહિંગ્યા મુસ્લિમોને શરણાર્થી છાવણીઓમાં અપાયો આશરો

aapnugujarat

12 अगस्त तक नियमित रेल गाड़ियां नहीं चलेंगी

editor

Leave a Comment

UA-96247877-1