Aapnu Gujarat
Uncategorized

અમરેલી બેઠક છે પાટીદારોનો ગઢ : રણસંગ્રામ જીતવા લેવાયો મોદીનો સહારો

અમરેલીની ભૂમિ જ એવી છે કે જ્યાંથી ઉઠતા રાજકીય આંદોલનો સમગ્ર ગુજરાતને ધ્રુજાવે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલીમાં કોંગ્રેસે ભાજપને એવો ફટકો માર્યો કે જેની કળ હજુ સુધી ભાજપને વળી નથી. આથી જ આ વખતની ચૂંટણીમાં પાટીદારોનો ઝોક ક્યા પક્ષ તરફ હશે તેને લઇને રાજ્યભરમાં ઉત્કંઠા છે.
ભાજપ માટે અમરેલીની બેઠક કોઇ પણ ભોગે જાળવી રાખવી જરૂરી છે. બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી આ બેઠક જીતવી હવે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઇ છે.અમરેલી બેઠક એ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના કદાવર નેતાઓ અને તેમના રાજકીય વર્ચસ્વ ધરાવતી બેઠક છે. કોંગ્રેસની વાત કરીએ તો હાલના વિપક્ષના નેતા અને પાટીદાર સમાજના અગ્રણી પરેશ ધાનાણી અમરેલીના છે. તો પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પણ અમરેલીમાં સારૂ એવું વર્ચસ્વ ધરાવે છે.
બીજી તરફ ભાજપના દિલીપ સંઘાણી, બાવકુ ઉંધાડ અને નારણ કાછડીયા જેવા ટોચના નેતાઓનો પણ અહીં વર્ષોથી દબદબો છે.૨૦૧૪માં ભાજપના નારણ કાછડીયાની જીત તો થઇ, પરંતુ ત્યાર બાદ ૨૦૧૫માં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર અમરેલીમાં જોવા મળી. અમરેલીનાં પાટીદારોમાં ભાજપ પ્રત્યેની તીવ્ર નારાજગી અને અસંતોષે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીને નિર્ણાયક મોડ આપ્યો. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલીની તમામ બેઠકો પર જીત મેળવી ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા હતા.૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને અમરેલીમાં ૧ લાખ ૫૬ હજાર ૨૩૨ મતની સરસાઇ મળી હતી. પરંતુ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી લોકસભા હેઠળની ૭ બેઠક પર કોંગ્રેસે ૫૧ હજાર ૭૩ મતની વળતી લીડ મેળવી. મતલબ કે ભાજપના ૨ લાખ ૭ હજાર ૩૦૫ મત ભાજપથી કોંગ્રેસ તરફ વળ્યા હતાં. અમરેલીમાં પાટીદારો ઉપરાંત ઓબીસી સમુદાયની વસ્તી પણ વધારે છે. આથી જ કોંગ્રેસ આ બંને સમુદાયોના મતોને આધારે ૨૦૧૭ની ચૂંટણીનું પ્રદર્શન પુનરાવર્તન કરવા આતુર છે.

Related posts

વેરાવળ.સિંચાઈ વિભાગની વિભાગીય કચેરી શરૂ કરવા મંત્રીને રજુઆત

aapnugujarat

राजकोट पश्चिम में सबसे रोमांचक टक्कर रहेगी

aapnugujarat

સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો : લોકોને રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1