Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આગામી ચૂંટણીમાં લાભ લેવા કોંગ્રસની આક્રમક વ્યૂહરચના

મંદસોરમાં ખેડૂત આંદોલન શરૂ થયા બાદથી આ મુદ્દાને જોરદારરીતે ચગાવવા કોંગ્રેસે કમરકસી લીધી છે. પાંચ ખેડૂતોના પોલીસ ગોળીબારમાં મોત થયા બાદ કોંગ્રેસના હાથમાં નવા હથિયારો આવી ગયા છે. ગરીબો અને ખેડૂતોના મુદ્દે પહેલાથી જ મોદી સરકાર ઉપર પ્રહારો કરી રહેલા વિરોધ પક્ષોએ હવે નવા હથિયારો હાથમાં લઇ લીધા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને પહેલાથી જ એકમત રહેલા વિપક્ષે હવે મોદી સરકારને ખેડૂતોના મુદ્દે ઘેરવાની તૈયારી કરી લીધી છે. વિપક્ષ ખેડૂતોના મુદ્દાને લઇને આવું જ આક્રમક વલણ અપનાવવા માંગે છે જેવું વલણ જમીન બિલને લઇને અપનાવવામાં આવ્યું હતું. વિપક્ષને એવું લાગી રહ્યું છે કે, વર્ષ ૨૦૧૯થી પહેલા યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દાને ઉઠાવી લાભ લઇ શકાય છે. ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઉત્તર પૂર્વના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને આ મુદ્દો કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ જોરદારરીતે ઉઠાવી રહી છે. મધ્યપ્રદેશના મંદસોરમાં ખેડૂત હિંસા બાદ કોંગ્રેસે કહ્યું છે કે, ખેડૂતો પાક માટે પૈસા માંગી રહ્યા હતા પરંતુ ભાજપ દ્વારા અન્નદાતાઓને ગોળી આપવામાં આવી છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે, મોદી સરકારને ખેડૂતોની પીડા સાથે કોઇ લેવા દેવા નથી. સિંઘવીએ કહ્યુું હતું કે, ગોળીબારની ઘટના બાદ વડાપ્રધાન તરફથી માત્ર એક ટિ્‌વટ આવ્યો છે. જ્યારે ખેડૂતોની આત્મહત્યા, હત્યા પર મોદી મૌન દેખાઈ રહ્યા છે. ભાજપે પણ કોંગ્રેસ ઉપર વળતા પ્રહાર કર્યા છે. ભાજપના નેતા નરસિંહા રાવે કહ્યું છે કે, ખેડૂતોના આંદોલનનો ઉપયોગ રાજ્યમાં હિંસા ફેલાવવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, સરકારે ખેડૂતોની માંગ પૂર્ણ કરવા માટે અનેક પગલા લીધા છે. મોદી સરકાર અને શિવરાજસિંહ સરકારની સફળતા કોંગ્રેસને ગળે ઉતરી રહી નથી.

Related posts

કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા રાહુલ સામે પડકાર

aapnugujarat

ખડગેનો પીએમ મોદીને પત્ર : આલોક વર્મા અંગેનો સીવીસી રિપોર્ટ જાહેર કરો

aapnugujarat

પાંચ દિવસ બેંકો બંધ રહેશે જેથી રોકડ કટોકટી સર્જાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1