Aapnu Gujarat
Uncategorized

મોરબીમાં શહીદોના પરિવાર માટે મદદ, માત્ર એક કલાકમાં ભેગા કર્યા ૩૦ લાખ રૂપિયા

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારત માતાના ૪૪ પુત્રો શહીદ થયા છે. દેશભરમાં શહીદો માટે શોક મનાવવામાં આવી રહ્યો છે, તો ગુજરાતમાં અને શહેરોમાં વિવિધ રીતે શ્રદ્ધાંજલી આપવામાં આવી રહી છે, તો સિરામીક નગરી મોરબીમાં માત્ર એક જ કલાકમાં પુલવામામાં શહીદોના પરિવાર માટે ૩૦ લાખ રૂપિયાનું ભંડોળ એકત્રિત થયું હતું. પ્રાપ્ત વિગત પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલામાં શહીદી વહોરનારા જવાનોના પરિવાર માટે મોરબી સિરામીક એસોશિએશને સહાયની જાહેરાત કરી હતી. આ જાહેરાતની જાણ થતાં જ સિરામીક સાથે જોડાયેલા ઉદ્યોગસાહસિકોએ અનુદાનની સરવાણી વહાવી હતી. અને માત્ર એક જ કલાકમાં ૩૦ લાખ જેટલી માતબર રકમ એકત્રિત થઇ હતી. આ રકમ ૫૦ લાખને પાર જવાનો અંદાજ એસોશિએશને લગાવ્યો છે.
શહીદોના પરિવારનો આધાર છીનવાય ગયા બાદ વધુ મુશ્કેલી ન વેઠવી પડે તેવા આશયથી મોરબી એસોશિએશનના પ્રમુખ નરશીભાઇ ઉધરેજા સહિતના ઉદ્યોગપતિઓએ શહીદોના પરિવાર માટે મદદની નમ્ર અપીલ કરી હતી. જેને એસોશિએશનના અન્ય સભ્યોએ માન આપી સહાયનો ધોધ વરસાવ્યો હતો. સાથે જ એસોશિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે આ સહાયમાં મદદ કરવા લોકોએ ૯૭૨૭૫૭૦૮૫૦ નંબર પર વોટ્‌સએપ કરવા અપીલ પણ કરી છે.

Related posts

સંવેદનશીલ અભિગમનું શ્રેષ્ઠ ઉદાહરણ

editor

જસદણઃ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા ધીરૂભાઇ શીંગાળા જોડાયા ભાજપમાં

aapnugujarat

ઓક્ટોબર ૨૦૨૦ પછી સળંગ પાંચ મહિના સુધી GST વસૂલાત ૧ લાખ કરોડથી વધુ

editor

Leave a Comment

UA-96247877-1