Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

છેલ્લી ૫ લોકસભા ચૂંટણીના ૪ મહિના પહેલા ૮ આતંકી હુમલા, ૬૨૫ જવાન શહીદ

લોકસભા ચૂંટણી જાહેર થવાને એકથી દોઢ મહિનો જ બાકી રહ્યો છે ત્યારે ગઈકાલે (૧૪ ફેબ્રુઆરી) પુલવામામાં આતંકી હુમલો થતાં ૪૪ જવાન શહીદ થયા છે. છેલ્લી ૫ લોકસભા ચૂંટણી ૧૯૯૯, ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીના ૪ મહિના પહેલાના સમયગાળા દરમિયાન દેશમાં થયેલા આતંકી હુમલાનું વિશ્લેષણ કરતા કેટલા હુમલા થયા અને કેટલા મોત થયા અંગેની વાસ્તવિક સ્થિત સામે આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ ૮ આતંકી હુમલાઓ (કારગીલ સહિત)માં ૬૨૫ જવાન શહીદ થયા છે. ત્યારે સવાલ થાય છે કે આ હુમલાઓ યોગાનુયોગ છે કે કોઈ સુનિયોજીત કાવતરું ? જમ્મુથી શ્રીનગર જઈ રહેલી સીઆરપીએફની ૭૮ ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યાં મુજબ હુમલામાં ૪૪ જવાન શહીદ થયા છે, જ્યારે અનેક ઘાયલ છે. આ કાફલામાં ૨૫૪૭ જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે.
છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ૧૬ જવાન શહીદ થયા હતા.ઝારખંડમાં આતંકીઓ દ્વારા લેન્ડસમાઈન અટેકમાં ૮ જવાન શહીદ થયા હતા.લોકસભા ચૂંટણી દરમિયાન મહારાષ્ટ્રના ગડચરોલી જિલ્લામાં પોલીસ વાન ઉડાવ્યું હતું જેમાં ૭ જવાન શહીદ થયા હતાગુવાહાટીમાં સીરિયલ બ્લાસ્ટ થયો હતો જેમાં ૫ના સિવિલિયન્સના મોત થયા હતા અને ૬૭ ઘાયલ થયા હતા.અસામમાં બોમ્બ બ્લાસ્ટમાં ૭ના મોત થયા હતા અને ૬૦ લોકો ઘાયલ થયા હતા.
૮ એપ્રિલ ૨૦૦૪ઃ કાશ્મીના ઉરીમાં રેલી દરમિયાન આંતકીઓ દ્વારા ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૧૧ના મોત થયા હતા. આ હુમલામાં ૫૩ લોકો ઘાયલ થયા હતા.લોકસભા ચૂંટણી ૧૯૯૯- ૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર, કારગીલ વોર- ૫૨૭ જવાન શહીદ.૧૯૯૯ની લોકસભા ચૂંટણી પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે કારગીલની જંગ થઈ હતી, જેમાં ૫૨૭ જવાન શહીદ થયા હતા.

Related posts

પ્રદ્યુમન કેસ : ધોરણ ૧૧ના વિદ્યાર્થીએ હત્યા કરી હતી : સીબીઆઈ

aapnugujarat

ફાયર ઇન્સ્યોરન્સ પ્રિમિયમ ૧ જુલાઈથી વધી શકે : રિપોર્ટ

aapnugujarat

અંકુશરેખા ઉપર પાકનો ભીષણ ગોળીબાર : સ્થિતિ સ્ફોટક બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1