Aapnu Gujarat
ગુજરાત

આજવા સરોવરની આસપાસની ખુલ્લી જમીનો ખાનગી કંપનીને પધરાવી દીધી

વડોદરા શહેર નજીક વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત વૃંદાવન ગાર્ડન ઓગણીસો ૮૫માં આવ્યો હતો પરંતુ તાજેતરમાં વડોદરા કોર્પોરેશનના સત્તાવાળાઓએ વૃંદાવન ગાર્ડન સહિત આજુબાજુની ખુલ્લી જમીનો પણ ખાનગી કંપનીને પધરાવી દેવામાં આવતા. તેઓ દ્વારા કોર્પોરેશન સાથે થયેલા કરાર મુજબ રૂપિયા ૫૦૦ લેવાને બદલે પ્રવેશ ફી રૂપિયા ૮૦૦થી ૧૦૦૦ સુધી પ્રજા પાસેથી લેવામાં આવે છે જેનો વિરોધ અરવિંદ સિંધા અને તેમના ગ્રુપ દ્વારા કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે તેમણે રજૂઆત કરતા જણાવ્યું છે કે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ શહેરની પ્રજાને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે આજવા સરોવરનું નિર્માણ કર્યું હતું અને તેની આજુ બાજુની ખુલ્લી જગ્યામાં ઓગણીસો ૮૫ માં વૃંદાવન ગાર્ડન બનાવ્યો હતો જેની પ્રજા માટે પ્રવેશ ફી માત્ર રૂપિયા ૧૦ રાખવામાં આવી હતી પરંતુ હવે કોર્પોરેશન દ્વારા ખાનગી કંપની આ તાપી વોટર વર્લ્ડ કંપનીને વૃંદાવન ગાર્ડન સહિત આજુબાજુની કરોડો રૂપિયાની ખુલ્લી જમીન પધરાવી દેવામાં આવી છે જેમાં તેઓએ વિવિધ પ્રકારની મનોરંજન માટે ની રાઈડ મૂકવામાં આવી છે જેને કારણે હવે તેઓ મનસ્વી રીતે પ્રજા પાસેથી ૮૦૦ થી ૧૦૦૦ અગાઉ જ્યારે વડોદરા કોર્પોરેશન વૃંદાવન ગાર્ડન બનાવ્યું ત્યારે માત્ર રૂ ૧૦ પ્રવેશ ફી રાખી હતી. તાજેતરમાં આ કંપની સાથે કોર્પોરેશને કરેલા કરાર મુજબ મુજબ રૂપિયા ૫૦૦થી વધારે પ્રવેશ ફી વસુલ કરી શકે નહીં તેમ છતાં કંપની દ્વારા પ્રજા પાસેથી રૂ ૮૦૦થી ૧૦૦૦ હવે શ્રી વસૂલ કરી રહ્યા છે. જે અંગે આ કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે અને પ્રજાહિતમાં નિર્ણય કરવા અરવિંદ સિંધા એ રજૂઆત કરી છે.

Related posts

चक्रवात ‘वायु’ के रास्ता बदलने के बावजूद हाई अलर्ट पर गुजरात

aapnugujarat

જશાપર ખાતે પેટાકેનાલમાં લીકેજ થતા ખેડુતોના પાકને નુકશાન

editor

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સરકારી છાત્રાલયમાં ઓનલાઈન અરજીથી પ્રવેશ મળશે

editor

Leave a Comment

UA-96247877-1