Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બજેટ : ગરીબ, ખેડૂત, મજુર,મધ્યમ વર્ગ માટે રાહતનો વરસાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે આજે પોતાની વર્તમાન અવધિમાં અંતિમ બજેટને રજૂ કરતી વેળા મધ્યમ વર્ગ, ખેડૂતો સહિત તમામ વર્ગ માટે શ્રેણીબદ્ધ રાહતો જાહેર કરી હતી. રાહતોનો વરસાદ કરીને તમામ વર્ગને રાજી કરવાના તમામ પ્રયાસ આજના બજેટમાં કરવામાં આવ્યા હતા. વચગાળાનું બજેટ રજૂ કરતી વેળા મોદી સરકાર તરફથી નાણામંત્રાલયનો હવાલો સંભાળતા નાણામંત્રી પીયુષ ગોયેલે તમામ માટે રાહતો જાહેર કરી હતી. બજેટમાં ગ્રામિણ વિસ્તારો, ગરીબો, ખેડૂતો, મજુરો માટે અનેક મોટ જાહેરાતો કરવામાં આવી હતી. લાંબા સમયથી જેની રાહ જવામાં આવી રહી હતી તે તમામ રાહતો આ બજેટમાં જાહેર કરી હતી. વચગાળાનું બજેટ રજૂ કરતા પીયુષ ગોયેલે કહ્યું હતું કે, પાંચ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. સાથે સાથે જુદા જુદા રોકાણ કરવાની સ્થિતિમાં ૬.૫૦ લાખ રૂપિયા સુધીની વ્યક્તિગત આવક ઉપર કોઇપણ પ્રકારના ટેક્સ ચુકવવા પડશે નહીં. વ્યક્તિગત કરવેરા છુટછાટની હદ વધવાથી ત્રણ કરોડ કરદાતાઓને ૧૮૫૦૦ કરોડ રૂપિયા સુધી લાભ મળશે. પગારદાર વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને ૪૦૦૦૦થી વધારીને ૫૦૦૦૦ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સંસદમાં થોડાક સમય સુધી મોદી મોદીના નારા ગુંજ્યા હતા. હવે વ્યક્તિગત કરદાતાઓ ૬.૫ લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ ચુકવશે નહીં અને કરદાતાઓ જો પ્રોવિડંડ ફંડ અથવા તો અન્ય ઇક્વિટીમાં રોકાણ કરશે તો તેના ઉપર કોઇપણ પ્રકારના ટેક્સ આપવા પડશે નહીં. ભાડાન આવક પર ટીડીએસ થ્રેસોલ્ડ મર્યાદાને ૧.૮ લાખ રૂપિયાથી વધારીને ૨.૪ લાખ રૂપિયા કરવામાં આવી છે. બીજી બાજુ વ્યક્તિગત ટેક્સ ચુકવતા લોકોને રાહત મળવાથી ત્રણ કરોડ મધ્યમવર્ગના કરદાતાઓને રાહત મળશે. બજેટમાં ગ્રેજ્યુએટી માટેની મર્યાદાને ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. શ્રમિકો માટે કરવામાં આવેલી આ જાહેરાત કેટલી ઉપયોગી સાબિત થનાર છે. સરકારની ૨૧૦૦૦ રૂપિયા કમાવનાર લોકો માટે ૭૦૦૦ બોનસની પણ જાહેરાત કરવામાં આવી છે. આવી જ રીતે કામગીરી દરમિયાન કોઇ શ્રમિકનું મૃત્યુ થવાની સ્થિતિમાં તેને છ લાખ રૂપિયા ચુકવવામાં આવશે. વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજનાને મંજુરી આપવામાં આવી છે. આ યોજનાથી ૧૦ કરોડ મજુરોને સીધો લાભ મળશે. ખેડૂતો માટે પણ બજેટમાં અતિમહત્વની જાહેરાતો કરવામાં આવી છે. તેના ભાગરુપે નાણામંત્રી પીયુષ ગોયેલે કહ્યું હતું કે, સરકારે પહેલાથી જ ૨૨ પાકમાં ખર્ચ કરતા ૫૦ ટકા વધારે એમએસપીની જાહેરાત થઇ ચુકી છે. ખેડૂતોની આવકને વધારવા માટે ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. નાના અને સિમાંત ખેડૂતોની આવક વધારવામાં આવશે. બે હેક્ટર અથવા તો પાંચ એકર સુધીની જમીન ધરાવનાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરવામાં આવનાર છે. આશરે ૧૨ કરોડ ખેડૂત પરિવારોને આનો સીધો લાભ મળશે. આ યોજનાને પહેલી ડિસેમ્બર ૨૦૧૮થી જ અમલી કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે સંરક્ષણ બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારેનું રાખવામાં આવ્યું છે જે હજુ સુધી કોઇપણ વર્ષની સરખામણીમાં સૌથી વધારે છે. પીયુષ ગોયેલે લોકસભામાં આજે આ અંગેનું બજેટ રજૂ કરતા કહ્યું હતું કે, ૨૦૧૯-૨૦ માટે વચગાળાનું બજેટ સંરક્ષણની દ્રષ્ટિએ ઐતિહાસિક છે. તેમણે કહ્યુું હતું કે, અમારા સૈનિકો સરહદ ઉપર ખુબ જ જટિલ સ્થિતિમાં સેવા આપે છે. તેમના ઉપર અમને ગર્વ છે. અમારી સરહદોને સુરક્ષિત કરવા માટે બજેટમાં ત્રણ લાખ કરોડથી વધારેની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ મોટી જાહેરાત કરતા ગોયેલે કહ્યું હતુ કે, ઉજ્જવલા યોજનામાં ૬ કરોડ મફત ગેસ કનેક્શન આપવામાં આવી ચુક્યા છે. સરકાર હજુ બે કરોડ વધુુ ગેસ કનેક્શન આપનાર છે. ગરીબ મહિલાઓના જીવન સ્તરમાં સુધારા લાવવા માટે તમામ પ્રયાસ થઇ રહ્યા છે. ૭૦ ટકા મુદ્રા લોન મહિલાઓને આપવામાં આવી છે. મોબાઇલ ડેટામાં ભારત દુનિયામાં સૌથી આગળ નિકળી ગયું છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ડેટાના ઉપયોગમાં ૫૦ ટકાનો વધારો થયો છે. સરકારની યોજના એક લાખ ડિજિટલ વિલેજ બનાવવાની રહેલી છે. ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશથી દેશભરમાં ડિજિટલ ક્રાંતિ આવશે. ગોયેલે જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર ગાયના કલ્યાણ માટે કામધેનુ યોજના શરૂ કરશે. લોકસભામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે વચગાળાનું બજેટ રજૂ કરતા તેમણે કહ્યું હતું કે, સરકાર ગાયના સન્માન અને સુરક્ષા માટે જે પણ જરૂરી હશે તે કરશે. આ યોજના માટે ૭૫૦ કરોડ રૂપિયા આપવામાં આવનાર છે. બીજી બાજુ તમામ લોકોને ભોજનની સુવિધા મળે, કોઇ વ્યક્તિ ભુખી ન રહે તે માટે પણ પગલા લેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ગ્રામિણ વિસ્તારોમાં શહેર જેવી સુવિધા આપવામાં આવનાર છે. ગામડાઓના માર્ગોના નિર્માણ માટે ૧૯૦૦૦ કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પીયુષ ગોયેલે કહ્યું હતું કે, સરેરાશ મોંઘવારી દર ઘટીને ૪.૬ ટકા થયો છે જે વર્ષ ૧૯૯૧માં આર્થિક સુધારા બાદ કોઇપણ સરકારના ગાળામાં સૌથી ઓછો રહ્યો છે. ટેક્સની ચુકવણી કરનાર લોકોની સંખ્યામાં ઉલ્લેખનીય વધારો થયો છે. સંખ્યા ૮૦ ટકા સુધી વધી છે. બજેટમાં અનેક પ્રકારન મહત્વપૂર્ણ જાહેરાતો સામાન્ય ચૂંટણી પહેલા કરવામાં આવી છે. મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાશે. ૨૦૧૭-૧૮ માટે ફિસ્કલ ડેફિસિટ આંકડો જીડીપીના ૩.૪ ટકા છે જે અગાઉના ૩.૩ ટકા કરતા વધારે છે. નાના ખેડૂતો માટે વર્ષે ૬૦૦૦ રૂપિયા સીધા બેંકમાં જમા થશે. આનાથી ૧૨ કરોડ પરિવારોને ફાયદો થશે. ફાર્મર ઇન્કમ સ્કીમ માટે વાર્ષિક ફાળવણી ૭૫૦૦૦ કરોડ રાખવામાં આવી છે. આવી જ રીતે અનઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટર વર્કરો માટે પેન્શન સ્કીમ રાખવામાં આવી છે જેમાં માસિક આવક ૧૫૦૦૦ રૂપિયા સુધીની રહેશે. આનાથી પેન્શન સ્કીમથી અનઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરમાં કામ કરતા ૧૦ કરોડ લોકોને ફાયદો થશે. પર્સનલ ઇન્કમ ટેક્સ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ૧૦૦૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બેંક ડિપોઝિટ પર ટીડીએસ મર્યાદા ૧૦૦૦૦ રૂપિયાથી વધારીને ૪૦૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. ગોયેલે દાવો કર્યો હતો કે, ૨૦૧૩-૧૪માં છ લાખ કરોડથી ટેક્સ કલેક્શનનો આંકડો હવે ૧૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં સંરક્ષણ બજેટમાં ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. આર્ટીફિશિયલ ઇન્ટેલીજન્સ માટે નેશનલ સેન્ટર અને નેશનલ પોર્ટલ સ્થાપિત કરવામાં આવનાર છે.

Related posts

અયોધ્યા કેસ : ૬૭ એકર જમીન પરત કરી દેવા માટે અરજીનું યોગી આદિત્યનાથ સરકાર દ્વારા સ્વાગત

aapnugujarat

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

aapnugujarat

એશિયન ગેમ્સમાં ભારતે આજે ૨ ગોલ્ડ,૩ બ્રોન્ઝ જીત્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1