Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ડેબ્ટ માર્કેટમાં કુલ ૩,૯૩૫ કરોડ ઠાલવી દેવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનાના પ્રથમ પખવાડિયામાં ભારતીય ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ જંગી રોકાણ કરી દીધું છે. સ્થિર કરન્સી અને અસરકારક બોન્ડ પરિણામના પરિણામ સ્વરુપે વિદેશી મૂડીરોકાણકારોએ ભારતીય ડેબ્ટ માર્કેટમાં જંગી રોકાણ કર્યું છે. ઘરઆંગણેના બજારમાં વ્યાજદરમાં વધારો થવાના પરિણામ સ્વરુપે છેલ્લા બે મહિનામાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા બાદ ફરીએકવાર ડેબ્ટ માર્કેટમાં નાણાં ઠાલવવામાં આવ્યા છે. ક્રૂડની કિંમતમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. બીજી એપ્રિલથી લઇને ૧૩મી એપ્રિલના ગાળામાં એફપીઆઈ દ્વારા ડેબ્ટ માર્કેટમાં ૩૯૩૫ કરોડ અથવા તો ૬૦૫ મિલિયન ડોલરની રકમ ઠાલવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સિક્યુરિટીમાં એફપીઆઈ માટે રોકાણ મર્યાદા આરબીઆઈ દ્વારા વધારવામાં આવી છે જેની અસર પણ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિનામાં જંગી નાણાની ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા બે મહિના ફેબ્રુઆરી અને માર્ચમાં ૧૨૭૫૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ ડેબ્ટ માર્કેટમાં નાણા ઠાલવવામાં આવ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ૮૫૦૦ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. એકંદરે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષમાં ૧.૪૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું જે ભારતીય મૂડી બજાર ઇક્વિટી અને ડેબ્ટ માટે છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં આંકડો સૌથી શ્રેષ્ઠ રહ્યો છે. નવેમ્બર ૧૯૯૨માં બે દશક પહેલા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં એફપીઆઈને રોકાણ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ સૌથી જંગી રોકાણ થયું છે. ડેબ્ટ સિક્યુરીટીમાં સંયુક્ત આંકડો વધીને ૪.૨ લાખ કરોડ સુધી પહોંચ્યો છે. ડેબ્ટ અને ઇક્વિટી બંને માટેનો આંકડો ૧૩ લાખ કરોડની આસપાસનો પહોંચ્યો છે. આવનાર દિવસોમાં એફપીઆઈ રોકાણની દ્રષ્ટિએ ૨૦૧૮-૧૯માં ઇક્વિટી અને ડેબ્ટ મૂડી પ્રવાહમાં ઉતારચઢાવ રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭માં શેરબજારમાં ૫૫૭૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જ્યારે આનાથી પહેલાના નાણાંકીય વર્ષમાં વિદેશી રોકાણકારોએ ૧૪૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની રકમ ઉપાડી લીધી હતી. ૨૦૧૬-૧૭માં વિદેશી રોકાણકારોએ ૭૩૦૦ કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. ફંડ ઇન્ડિયાના પ્રમુખ વિદ્યા બાલાના કહેવા મુજબ વર્ષ ૨૦૧૭-૧૮માં શેરબજારમાં એફપીઆઈ રોકાણ પૂર્વ વર્ષની સરખામણીમાં ઓછા રહેવાની બાબત કોઇ હેરાન કરનાર બાબત નથી.

Related posts

ડોકલામમાં સબ સલામત, પરંતુ સૈન્ય કોઈ પણ સ્થિતિ સામનો કરવા તૈયાર : આર્મી ચીફ

aapnugujarat

मनुवादी राम ने दलित हनुमान को गुलाम बनाया : बीजेपी सांसद सावित्री बाई फुले

aapnugujarat

જાપાન પાસેથી ૧૮ બુલેટ ટ્રેન ખરીદવા તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1