Aapnu Gujarat
રાષ્ટ્રીય

અયોધ્યા કેસ : ૬૭ એકર જમીન પરત કરી દેવા માટે અરજીનું યોગી આદિત્યનાથ સરકાર દ્વારા સ્વાગત

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી આપીને અયોધ્યાના બિનવિવાદાસ્પદ જમીન પર યથાસ્થિતિ દૂર કરવાની માંગ કર્યા બાદ આને લઇને જુદી જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. અયોધ્યાના સાધુ સંતો અને બંને પક્ષોના સંબંધિત લોકો દ્વારા પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્ર યોગી આદિત્યનાથે પણ સરકારની અરજીનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, અમે કેન્દ્રના પગલાનું સ્વાગત કરીએ છીએ.
અમે પહેલા પણ કહી ચુક્યા છે કે, બિન વિવાદાસ્પદ જમીનનો ઉપયોગ કરવાની મંજુરી મળવી જોઈએ. કેન્દ્ર સરકારની ૬૭ એકરની જમીનની વાપસીની અરજી પર રામ જન્મભૂમિ મંદિરના પુજારી સત્યેન્દ્રદાસે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર બિન વિવાદાસ્પદ જમીન પરત લઇ શકે છે પરંતુ જ્યાં સુધી ગર્ભગૃહના વિવાદાસ્પદ જમીન ઉપર નિર્ણય થતો નથી ત્યાં સુધી મંદિર નિર્માણ શરૂ થઇ શકે નહીં. કોર્ટ સતત તારીખો આપીને સુનાવણી ટાળવામાં વ્યસ્ત છે. વહેલી તકે નિર્ણય કરવામાં આવે તે જરૂરી છે.
સરકાર સંસદમાં કાનૂન બનાવીને વિવાદનો ઉકેલ લાવે તે જરૂરી છે. બાબરી મસ્જિદના બીજા પક્ષકાર હાઝી મહેમુબે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, આ રાજનીતિક રમત ૧૯૯૦ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે. તેમણે કહ્યું છે કે, આ અરજી ૨૦૧૪માં જ્યારે ભાજપની સરકાર બની હતી ત્યારે દાખલ કરવાની જરૂર હતી. હજુ સુધી મંદિર નિર્માણની પ્રક્રિયા પણ શરૂ થઇ હતો અને કોર્ટનો નિર્ણય પણ આવી ગયો હોત.
હવે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર નિર્ણય થઇને બિન વિવાદાસ્પદ જમીન ન્યાસને મળે છે તો મંદિર નિર્માણ શરૂ થઇ શકે છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કારોબારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું છે કે, અમે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, તત્કાલિન સરકારે ૧૯૯૩માં કુલ ૬૭.૭૦૩ એકર જમીન મેળવી હતી. આમા રામ જન્મભૂમિ ન્યાસની જમીન પણ સામેલ છે.
કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે બિન વિવાદાસ્પદ ૬૭ એકર જમીન તેના માલિક રામ જન્મભૂમિ ન્યાસને આપી શકે છે. આ જમીનનું અધિગ્રહણ ૧૯૯૩માં કોંગ્રેસની તત્કાલિન નરસિંહરાવ સરકારે કર્યું હતું. કોર્ટમાં ત્યારબાદ યથાસ્થિતિ જાળવી રાખવા અને કોઇ ધાર્મિક ગતિવિધિ ન થવા દેવાના આદેશ જારી કર્યા હતા. કેન્દ્ર સરકારની અરજી મુજબ ૦.૩૧૩ એકર જમીન જેના પર વિવાદાસ્પદ માળખુ છે તેને લઇને વિવાદ છે. બાકી જમીન અધિગ્રહિત જમીન છે. બાકી પક્ષોની માંગણી છે કે, વિવાદાસ્પદ સ્થળ ૨.૭૭ એકરમાં છે જેને અલ્હાબાદ હાઈકોર્ટે ત્રણ પક્ષોમાં વિભાજિત કરવાનો આદેશ કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે સમગ્ર જમીન ૬૭.૭૦૭ એકર જમીન પર યથાસ્થિતિનો આદેશ કર્યો હતો.

Related posts

बाबरी विध्वंस केस में आडवाणी जोशी के खिलाफ साजिश का आरोप तय हुआ

aapnugujarat

દિલ્હીના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો, ઘર બહાર ન નીકળવા ચેતવણી

aapnugujarat

આઝમગઢમાં અખિલેશ અને નિરહુઆ વચ્ચે જંગ ખેલાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1