Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આઝમગઢમાં અખિલેશ અને નિરહુઆ વચ્ચે જંગ ખેલાશે

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને ભોજપુરી સુપરસ્ટાર દિનેશ લાલ નિરહુઆ વચ્ચે આજમગઢમાં જોરદાર સ્પર્ધા થનાર છે. આઝમગઢમાં આ વખતે કોણ બાજી મારશે તે અંગે વાત કરવા માટે કોઇ રાજકીય પંડિત તૈયાર નથી. ૧૨મી મેના દિવસે અહીં મતદાન યોજાનાર છે. આજમગઢમાં તાજ કોણ જીતશે તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે. લહેર કોની તરફેણમાં છે તે અંગે વાત કરવી મુશ્કેલ છે. અહીં દેશભક્તિનો રંગ પણ દેખાય છે. રાષ્ટ્રવાદની ભાવના પણ દેખાઇ રહી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિનેશ લાલ યાદવના ચૂંટણી પ્રચારમાં દેશભક્તિના ગીતો, બાલાકોટ એરસ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક. પુલવામાં હુમલાની ચર્ચા રહી છે. ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદ્દો મુખ્ય રીતે બનેલો છે. દિનેશ લાલ ભોજપુરી ગાયકો અને કલાકારો મારફતે લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અને ભોજપુરી સ્ટાર દિનેશ લાલે અખિલેશ પર પ્રહારો કરતા કહ્યુ છે કે અખિલેશ પોતે અથવા તો પોતાના પિતા મુલાયમ સિંહને દેશના વડાપ્રધાન બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આજ કારણસર માયાવતી અને અખિલેશ યાદવ એક સાથે આવી ગયા છે. આઝમગઢ સામાન્ય રીતે સમાજવાદી પાર્ટીની બેઠક રહી છે. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર હતી છતાં અહીંથી મુલાયમસિંહ યાદવ જીતી ગયા હતા. આ વખતે પણ આ સીટ પર યાદવ અને મુસ્લિમ મતદારોને જોતા અખિલેશ યાદવની દાવેદારી મજબુત દેખાઇ રહી છે. આ વખતે સપા અને બસપા વચ્ચે ગઠબંધન છે જેથી દલિત મતદારો પણ અખિલેશની સાથે જઇ શકે છે. કેન્દ્ર તરફથી આઝમગઢમાં કેટલાક વિકાસ કાર્યો થઇ ગયા છે. જો કે આ બેઠક પર સ્પર્ધા જોરદાર રહેનાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે.

Related posts

अलस्का में भूकंप के तेज झटके

editor

ભાજપની રથયાત્રા પર કોલકાતા હાઈકોર્ટે પ્રતિબંધ મુક્યો

aapnugujarat

સીટો પુરતી નહીં મળે તો માયાવતી એકલા હાથે લડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1