Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકી સૈન્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને એન્ટ્રી નહીં મળે

અમેરિકાની સુપ્રીમ કોર્ટે પ્રેસિડન્ટ ડોનાલ્ટ ટ્રમ્પના ટ્રાન્સજેન્ડર્સને સૈન્યને જવાથી અટકાવવાની નીતિ લાગુ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયને ૫-૪થી મંજૂર કર્યો છે. જો કે, નીચલી કોર્ટમાં આ નીતિને પડકારવાના મામલે આ કેસ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશોએ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયનો વિરોધ કર્યો. આ નીતિ હેઠળ ટ્રાન્સજેન્ડર લોકોને સૈન્યમાં આવવાથી અટકાવવામાં આવશે.
એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે, ટ્રાન્સજેન્ડર લોકોને નિયુક્ત કરવાથી સૈન્યનો પ્રભાવ અને ક્ષમતા સામે મોટું જોખમ પેદા થઇ શકે છે. ટ્રમ્પ પહેલાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના સમયમાં ટ્રાન્સજેન્ડરોને સેનામાં ભરતી કરવાની નીતિને લાગુ કરી હતી. આ નીતિ હેઠળ ટ્રાન્સજેન્ડર સૈન્યમાં ભરતી થઇ શકે છે, એટલું જ નહીં તેઓને લિંગ સર્જરી માટે પણ સરકારી મદદ મળવાની જોગવાઇ કરવામાં આવી હતી.
આ નીતિ હેઠળ સેનાએ ૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ ટ્રાન્સજેન્ડર લોકોની ભરતી શરૂ કરવાની હતી, પરંતુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ અવધિને ૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધી લંબાવી હતી અને ત્યારબાદ આ નીતિને સંપુર્ણ રીતે સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

Related posts

‘कोरोना वायरस आखिरी महामारी नहीं’ : WHO

editor

UAE ने राष्ट्रपति शेख खलीफा के चौथे कार्यकाल को दी मंजूरी

aapnugujarat

अपनी जमीन की हिफाजत के लिए भारत से जंग भी मंजूर : चीन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1