Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

‘અચ્છે દિન’ : ૧૫ મહિનામાં ૭૩ લાખ લોકોને મળી નોકરી

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, વિપક્ષ બેરોજગારીના મામલે સતત સરકારને ઘેરી રહી છે. તમામ રાજનીતિક અને આર્થિક એક્સપર્ટનું કહેવું છે કે બેરોજગારીના મુદ્દાઓ પર સરકારે ગંભીર થવાની જરૂર છે. બેરોજગારી દેશની સૌથી મોટી સમસ્યા છે. જો સમય જતા રોજગારના અવસર વિકસાવવામાં નહી આવે તો અર્થવ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં ઈપીએફઓ તરફથી સરકારને રાહતના સમાચાર મળી રહ્યા છે.
ઈપીએફઓનાં ડેટા અનુસાર છેલ્લા ૧૫ મહીનામાં લગભગ ૭૩ લાખ લોકોને નોકરી મળી છે. ફક્ત નવેમ્બર ૨૦૧૮માં ૭.૩૨ લાખ લોકોને નોકરી મળી રહી છે. આ મહીને જોબ ક્રિયેશન રેટ ૪૮ ટકા રહ્યો હતો. વાત કરીએ ૨૦૧૭ની તો ત્યારે ફક્ત ૪.૯૩ લાખ લોકોને નોકરી મળી હતી. ઈપીએફઓના પેરોલ ડેટા અનુસાર સપ્ટેમ્બર ૨૦૧૭થી નવેમ્બર ૨૦૧૮ વચ્ચે ૭૩.૫ લાખ લોકોને નોકરી મળી શકે છે.
રિપોર્ટ અનુસાર ઓક્ટોબર ૨૦૧૮ માટે જે અનુમાન જાહેર કરવામાં આવેલ છે, તેમાં ઓછા લોકોને નોકરી મળી હતી. અનુમાન ૮.૨૭ લાખ હતુ પણ નોકરી ફક્ત ૬.૬૬ લાખ લોકોને મળી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭થી ઓક્ટોબર ૨૦૧૮ વચ્ચે જેટલી નોકરીનુ અનુમાન લગાવવામાં આવે તેમાંથી લગભગ ૧૬.૪ ટકા ઓછી નોકરી મળી હતી.
અનુમાન કરવાનો આંકડો ૭૯.૧૬ લાખ હતો, પણ ૬૬.૧૮ લાખ નોકરીની તકો જ ઉભી કરી શકાય હતી. આ ડેટાને લઈને ઈપીએફઓનું કહેવું છે કે જેટલા નવા લોકો રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આ આધારે આ રિપોર્ટને તૈયાર કરવામાં આવ્યો છે.

Related posts

चमकी बुखार से मौत हम सबके लिए शर्मिंदगी की बात है : प्रधानमंत्री मोदी

aapnugujarat

ભારતમાં ટેક્સની જાહેરાત બાદ ક્રિપ્ટો ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો

aapnugujarat

Register details of every water tanker operating in city: Madras HC to 32 Collectors

aapnugujarat

Leave a Comment

UA-96247877-1