Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

યૂએઇ પાકિસ્તાનને ૩ બિલિયન ડોલરની મદદ કરશે

પાકિસ્તાન અને સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)ની વચ્ચે મંગળવારે સમજૂતી થઇ છે જે હેઠળ યુએઇ વિદેશ મુદ્રા ભંડાર વધારવા માટે પાકિસ્તાનને મદદ કરશે. અબુ ધાબીમાં આ પેકેજની સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, સમજૂતી અનુસાર યૂએઇ ૩ અરબ ડોલર સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં જમા કરાવશે. અહેવાલ અનુસાર પાકિસ્તાનને આ રકમ ત્રણ ભાગમાં મળશે. ડિસેમ્બરમાં યુએઇએ નાણાકીય સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને અબુ ધાબી વિકાસ ફંડની મારફત ત્રણ અબજ ડોલરની મદદની જાહેરાત કરી હતી.
આ બંને દેશોએ આ મહિનાની શરૂઆતમાં મદદ પેકેજના નિયમો અને શરતોને અંતિમ સ્વરૂપ આપવાની વાત કહી હતી. આ પેકેજમાં ૩.૨ અબજ ડોલરની રકમ ઓઇલ સપ્લાયની ચૂકવણીને અટકાવવા અને ત્રણ અબજ ડોલર રોકડ જમા કરાવવાનું સામેલ હતું.
યુએઇએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગત મહિને કતરની મુલાકાત લીધી તે દરમિયાન પાકિસ્તાનને નાણાકીય સહાયનો વાયદો કર્યો હતો. પાકિસ્તાને કતાર સાથે એલએનજી સપ્લાય માટે ૧૫ વર્ષનો કરાર કર્યો છે.

Related posts

तेहरान में यूक्रेन का विमान क्रैश, 180 लोगों की मौत

aapnugujarat

ઉત્તર કોરિયામાં દુકાળથી કિમ જાેંગની ચિંતામાં વધારો

editor

અમેરિકી સૈન્યમાં હવે ટ્રાન્સજેન્ડર્સને એન્ટ્રી નહીં મળે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1