Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામમંદિર નિર્માણમાં મોદી કે આરએસએસને કોઈ રસ નથી : તોગડિયા

વીએચપીના પૂર્વ આતંરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ એક અંગ્રેજી સામાયિકને આપેલ ઇન્ટરવ્યુમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે દેશના વડાપ્રધાનને તેમણે છેલ્લા ૪૩ વર્ષોમાં ક્યારેય મધ્યમવર્ગીય કે ગરીબ ચા વેચનારા માણસ તરીકે જોયા નથી. મોદીજી ફક્ત આવી તેમની ઇમેજ ઉભી કરીને લાગણીસભર વાતો કરીને દેશની જનતાની સહાનભૂતિ મેળવવા ઇચ્છતા હતા.
મીડિયા સાથેના એક ઈન્ટરવ્યૂમાં પ્રવીણ તોગડિયાએ કહ્યું કે રામમંદિરના નિર્માણ કરવામાં નથી મોદીને રસ કે નથી આરએસએસને. તાજેતરમાં સંઘના ભૈયાજી જોષીએ પણ સ્પષ્ટ કર્યુ હતુ કે રામ મંદિરને બનતા પાંચ વર્ષથી પણ વધુ સમય નીકળી જશે, ભાજપ અને આરએસએસએ ૧૨૫ કરોડ ભારતીયોને અંધારામાં રાખ્યા છે. પરંતુ દેશનો હિંન્દુ જાગી ગયો છે.
પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે આગામી ૯ ફેબ્રુઆરીના રોજ હિંન્દુઓની એક નવી પાર્ટીની ઘોષણા કરવામાં આવશે અને જે દિવસે તેમની પાર્ટી સંસદમાં જીતશે એના બીજા દિવસેથી જ મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાશે.
દેશના વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પર આકરા પ્રહારો કરતા પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે જો ત્રણ તલાક બિલ પર અડધી રાત્રે કાનૂન લાવી શકાય છે તો પછી રામમંદિર નિર્માણ માટે વડાપ્રધાન કેમ એવું નથી કરી શકતા? જો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો પણ તેઓ અયોધ્યામાં રામમંદિર નહિ બનાવે.

Related posts

१०० दिन में परिणाम देने नये प्रधानों को मोदी का आदेश

aapnugujarat

પુલવામા : સર્વપક્ષીય બેઠકમાં તમામ પાસા પર ચર્ચા

aapnugujarat

राहुल ने नई सरकारों को दी बधाई : राहुल ने स्वीकारी हार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1