Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પુલવામા : સર્વપક્ષીય બેઠકમાં તમામ પાસા પર ચર્ચા

પુલવામામાં ભીષણ આતંકવાદી હુમલા બાદ લોકોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગ વચ્ચે આજે ગૃહમંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં આ હુમલાના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી. મિટીંગ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કહ્યું હતું કે આ મામલામાં સેના અને સરકારની સાથે સંપૂર્ણ વિપક્ષ મજબૂતી સાથે છે. બીજી બાજુ બેઠકમાં માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે કાશ્મીરની પ્રજા રાજ્યમાં શાંતિ ઈચ્છે છે. તે દેશની સાથે ઉભી છે. રાજ્યમાં કેટલાક એવા તત્વો છે જે સરહદ પારથી સમર્થિત ત્રાસવાદીઓને મદદ કરી રહ્યા છે. આ લોકો કાશ્મીરના દુશ્મન છે. તેઓ કાશ્મીરમાં શાંતિ ઈચ્છતા નથી. દેશ આતંકની સામે નિર્ણાયક જંગ ખેલાડી રહ્યો છે ત્યારે આ પ્રકારના લોકોને શોધી કાઢીને સજા કરવાનો સમય છે. જવાનોના બલિદાનને વ્યર્થ જવા દેવામાં આવશે નહીં. તોમરે કહ્યું હતું કે બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે અમે એકમત થઈને આતંકવાદને ઉખાડી ફેંકીશું. રાજનાથસિંહે તમામ પક્ષોના નેતાઓને આભાર માન્યો હતો. તમામ પક્ષોના નેતાઓએ મૌન પાળીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસના નેતા આઝાદે કહ્યું હતું કે અમે દેશની અખંડતા અને એકતા માટે સરકારની સાથે ઉભા છીએ. કાશ્મીર હોય કે દેશમાં અન્ય કોઈપણ વિસ્તાર હોય કોંગ્રેસ પાર્ટી આતંકવાદની સામેની લડાઈમાં સરકારને પૂર્ણ સમર્થન આપે છે. આઝાદે કહ્યું હતું કે તેઓએ ગૃહમંત્રીને એવી અપીલ કરી છે કે તેઓ વડાપ્રધાનને અમારી તરફથી એવું નિવેદન કરે કે તમામ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પક્ષોના અધ્યક્ષોની મિટીંગ બોલાવીને ચર્ચા વિચારણા કરે. બીજા પક્ષોને પણ વિશ્વાસમાં લેવામાં આવે તે જરૂરી છે. આ બેઠકમાં કેટલાક પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. જે પ્રસ્તાવ પસાર કરાયા હતા તેમાં શહીદ જવાનોના પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિનો પણ સમાવેશ થાય છે. પ્રસ્તાવમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવામાં આવી છે. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે દેશવાસીઓની સાથે અમે આ દુઃખની ઘડીમાં સાથે છીએ. ત્રણ સૂત્રીય પ્રસ્તાવમાં એમ પણ કહેવાયું હતું કે સરહદ પારથી સમર્થન મેળવી રહેલા આતંકવાદની અમે નિંદા કરીએ છીએ. છેલ્લા ત્રણ દશકથી ભારત સરહદ પારથી આતંકવાદી હુમલાનો સામનો કરી રહ્યું છે. મોટી ખુવારી પણ ઉઠાવી છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. ભારત આ પડકારોને મળીને સામનો કરી રહ્યું છે. આ લડાઈમાં સમગ્ર દેશ એક સાથે છે. સુરક્ષા દળોની સાથે દેશ ઉભો છે. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગોબા, કેન્દ્રિય રિઝર્વ પોલીસ ફોર્સના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુલાયમ લાલ ટોપી ઉતારીને ભગવો ગમછો ધારણ કરી લે : અમરસિંહ

aapnugujarat

લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા સંયોજકોના નામ જાહેર

aapnugujarat

प.बंगाल नवीकरणीय ऊर्जा नीति के तहत स्वच्छ ऊर्जा कोष बनाने में रहा विफल : कैग

aapnugujarat

Leave a Comment

UA-96247877-1