લોકસભા ચૂંટણી ૨૦૨૪ની લઈ તમામ પક્ષો અત્યારથી જ તૈયારીઓ કરી રહ્યા છે. કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકમાન્ડ દ્વારા લોકસભા ચૂંટણી ૨૦૨૪ને લઈ સંયોજકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી કૉંગ્રેસ દ્વારા ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો માટે સંયોજકના નામની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકના ૨૬ સંયોજકની યાદી કૉંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત કૉંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
કચ્છ બેઠક માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને સંયોજકની જવાબદારી સોંપી છે. બનાસકાંઠા બેઠક માટે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને સંયોજકની જવાબદારી સોંપી છે. પાટણ બેઠક માટે અલકાબેન ક્ષત્રિયને સંયોજકની જવાબદારી સોંપી છે. મહેસાણા બેઠક માટે ડો. જીતુ પટેલને સંયોજકની જવાબદારી સોંપી છે. સાબરકાંઠા બેઠક માટે ધારાસભ્ય સી જે ચાવડાને સંયોજકની જવાબદારી સોંપી છે. ગાંધીનગર બેઠકના સંયોજક તરીકે સાંસદ અમીબેન યાજ્ઞિકની નિમણુક કરવામાં આવી છે. અમદાવાદ પૂર્વની બેઠકના સંયોજક નિશીથ વ્યાસને બનાવાયા છે.
અમદાવાદ પશ્ચિમ બેઠકના સંયોજક તરીકે પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈને જવાબદારી સોંપી છે. સુરેદ્રનગર બેઠકના સંયોજક તરીકે ડો. દિનેશ પરમારની પસંદગી કરવામાં આવી છે. રાજકોટ બેઠકના સંયોજક તરીકે પુંજાભાઈ વંશને જવાબદારી સોંપી છે. પોરબંદર બેઠકના સંયોજક તરીકે પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીને જવબાદારી સોંપી છે. જામનગર બેઠકના સંયોજકની જવાબદારી સામત ઓડેદરાને સોંપાઈ છે. જૂનાગઢ બેઠકના સંયોજક તરીકે પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમની પસંદગી કરવામાં આવી છે. અમરેલી બેઠકના સંયોજક તરીકે ડો. ચંદ્રિકા ચુડાસમાને જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગર બેઠકના સંયોજક તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરને જવાબદારી આપવામાં આવી છે. આણંદ બેઠકના સંયોજક તરીકે પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ ભરવાડને જવાબદારી સોંપવામાં આવી છે. ખેડા બેઠકની સંયોજક તરીકેની જવાબદારી ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપાઈ છે. પંચમહાલ બેઠકના સંયોજક તરીકે પૂર્વ ધારાસભ્ય ગ્યાસદ્દીન શેખને જવાબદારી સોંપાઈ છે. દાહોદ બેઠકના સંયોજક તરીકે સાંસદ નારણ રાઠવાને જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા બેઠકના સંયોજકની જવાબદારી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને સોંપાઈ છે. છોટાઉદેપુર બેઠકની સંયોજકની જવાબદારી પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીને સોંપવામાં આવી છે. ભરૂચ બેઠકના સંયોજકની જવાબદારી ધારાસભ્ય તુષાર ચૌધરીને સોંપાઈ છે.
બારડોલી બેઠકના સંયોજક તરીકે પૂર્વ સાંસદ કિશન પટેલને જવાબદારી સોંપી છે. સુરતના સંયોજકની જવાબદારી અનુજ પટેલને આપવામાં આવી છે. નવસારી બેઠકના સંયોજકની જવાબદારી બાબુ રાયકાને સોંપાઈ છે. વલસાડ બેઠકના સંયોજક પી ડી વસાવાને બનાવાયા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ