Aapnu Gujarat
રાષ્ટ્રીય

દિલ્હીમાં 12 વર્ષની છોકરી પર ગેંગરેપ

​​​​​​દિલ્હીમાં 12 વર્ષની છોકરી પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. ઘટના 2 જાન્યુઆરીની છે. છોકરીએ 5 જાન્યુઆરીએ આ બાબતે તેના પિતરાઈ ભાઈને સમગ્ર વાત જણાવી હતી. દિલ્હી પોલીસે રવિવારે આ ઘટનાનો ખુલાસો કર્યો હતો.

પોલીસે એક મહિલા અને ચા-સ્ટોલના માલિક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓ 12, 14 અને 15 વર્ષની વયના સગીર છે. આ ત્રણેય જણ ચા-સ્ટોલ પર કામ કરતા હતા.

મામલો દિલ્હીના સદર બજાર વિસ્તારનો છે. 1 જાન્યુઆરીના રોજ, ચાના સ્ટોલના માલિકે કચરો વીણતી મહિલાને નવું વર્ષ મનાવવા માટે છોકરીની વ્યવસ્થા કરવા કહ્યું હતું. મહિલા અવારનવાર તેની દુકાને ચા પીવા આવતી હતી.

બીજા દિવસે મહિલા 12 વર્ષની છોકરીને મળી અને તેને ખુર્શીદ માર્કેટમાં એક બિલ્ડિંગની છત પરથી કચરો ભેગો કરવાનું કહ્યું. છોકરી જ્યારે વિસ્તારમાં પહોંચી ત્યારે ચારેય આરોપીઓ ત્યાં તેની રાહ જોઈ રહ્યા હતા.

આરોપીઓએ બંધ બિલ્ડીંગની અંદર પ્લાસ્ટીકનો ટેન્ટ બનાવી રાખ્યો હતો. ત્યાં તમામે એક પછી એક છોકરી પર બળાત્કાર ગુજાર્યો. આરોપીએ છોકરીને ઘટના અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પછી છોકરી ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં પોતાના ઘરે પરત ફરી અને બે દિવસ સુધી ચૂપ રહી. 5 જાન્યુઆરીના રોજ, જ્યારે તે સદર બજારમાં કચરો લેવા ગઈ ત્યારે તેણે ત્યાં રહેતા તેના પિતરાઈ ભાઈને ગેંગરેપ બાબતે બધી વાત જણાવી હતી.

તેના પિતરાઈ ભાઈએ છોકરીના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે જણાવ્યું કે ફરિયાદ નોંધાયાના થોડા કલાકો બાદ તમામ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

ટી સ્ટોલનો માલિક છત્તીસગઢનો છે, જ્યારે તેની દુકાન પર કામ કરતા ત્રણ છોકરાઓ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના છે.

આ ઘટનાના 22 દિવસ પહેલા એટલે કે 12 ડિસેમ્બરે દિલ્હીના સ્વરૂપ નગરમાં 9 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. બાળકી 12 ડિસેમ્બરે ઘરની બહાર રમતી વખતે ગુમ થઈ ગઈ હતી.

પોલીસે જણાવ્યું કે યુવતી જે ઘરમાં રહેતી હતી તે મકાનના માલિક (52)એ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીની 19 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) એ તેના 2022ના રિપોર્ટમાં દિલ્હીને મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત શહેર ગણાવ્યું છે. આ રિપોર્ટ 3 ડિસેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જણાવવામાં આવ્યું છે કે 2022માં દિલ્હીમાં દરરોજ 3 રેપ કેસ નોંધાયા હતા.

NCRBના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના કુલ 4 લાખ 45 હજાર 256 કેસ નોંધાયા છે, એટલે કે દર કલાકે લગભગ 51 FIR નોંધવામાં આવી છે. 2021માં આ આંકડો 4 લાખ 28 હજાર 278 હતો.

2021ની સરખામણીમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં 4%નો વધારો થયો છે. ગયા વર્ષે, દર 1 લાખ બાળકોમાં ક્રાઈમ રેટ 36.6 હતો, જે વર્ષ 2021 (33.6) કરતા 3% વધુ છે.

Related posts

राजनीतिक दूरियां बढ़ सकती है लेकिन परिवार में मतभेद कभी नहीं हो सकता : संजय राउत

aapnugujarat

અયોધ્યામાં માત્ર રામ મંદિર જ બનશે : મોહન ભાગવત

aapnugujarat

बेटियों को न्याय मिलकर रहेगा : उन्नाव और कठुआ गैंगरेप पर मोदी की प्रतिक्रिया

aapnugujarat
UA-96247877-1