Aapnu Gujarat
બિઝનેસ

એસબીઆઈ ગ્રાહક નેટ બેન્કિંગથી રોજ ૨૫ હજાર મોકલી શકશે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) સતત તેના ગ્રાહકોની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત રહે છે.એસબીઆઈએ ટિ્‌વટ કરી જણાવ્યું કે આ સુવિધા દ્વારા ગ્રાહક રોજ ૨૫ હજાર રૂપિયા સુધી મોકલી શકે છે. જેને ધ્યાનમાં રાખતા બેંકે તેના ગ્રાહકો માટે બેનિફિશયરી એડ કર્યા વગર નેટ બેન્કિંગ દ્વારા પૈસા મોકલવાની સેવા શરૂ કરી છે. આ ઉપરાંત, એક દિવસમાં પૈસા મોકલવાની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈનાં કહેવાં પ્રમાણે, આપ જે ખાતામાં પૈસા મોકલી રહ્યા છો તે ખાતુ એસબીઆઈનું હશે તો પૈસા થોડીક જ મિનીટોમાં ટ્રાન્સફર થઈ જશે. જો ખાતુ બીજી કોઈ બેંકનું હશે તો તમે આઈએમપીસી અને એનઈફટીનાં વિકલ્પોનો ઉપયોગ પણ કરી શકો છો. એસબીઆઈએ ટિ્‌વટમાં જણાવ્યું કે, આ સુવિધા દ્વારા ગ્રાહક રોજ ૨૫ હજાર રૂપિયા સુધી મોકલી શકે છે. દર એક ટ્રાંઝેક્શન દરમિયાન તે ૧૦ હજાર રૂપિયા સુધી મોકલી શકશે જ્યારે પણ તમે પૈસા ટ્રાંસફર કરો છો તે સૌથી પહેલા જે માણસને તમે પૈસા મોકલી રહ્યા છો તેને જોડવાનો હોય છે. બેનિફિશયરી એડ કરવામાં બેંકને ક્યારેક અડધો કલાક થઈ જાય તો ક્યારેક ફટાફટ થઈ જાય. પરંતુ ભારતીય સ્ટેટ બેંક તમને વગર બેનિફિશયરી એડ કર્યે પૈસા ટ્રાંસફર કરવાની તક આપે છે. આના માટે બેંકે ’ક્લિક ટ્રાંસફર’ની સુવિધા ચાલુ કરી છે.

Related posts

મોદીના કાર્યકાળમાં શેર બજારમાં ૧૩ ટકાનો વધારો : સુરેશ પ્રભુ

aapnugujarat

टेलीकॉम कंपनियों के टैरिफ बढ़ाने से ऑपरेटिंग प्रॉफिट में होगा दोगुना इजाफा

aapnugujarat

ડિફોલ્ટર્સને બચાવવા માંગતા હતા વડાપ્રધાન એટલે ઉર્જિત પટેલની નોકરી ગઈ : રાહુલ

editor

Leave a Comment

UA-96247877-1