Aapnu Gujarat
બ્લોગ

૫૦ વર્ષમાં એક પણ મહિનામાં ગરમીમાં ઘટાડો જોવા મળ્યો નથી : સ્ટડી

વિશ્વમાં ૮૦ ટકા વસ્તીનો જન્મ છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન થયો છે. આ કાલખંડમાં જન્મેલા લોકો એવા પ્રદૂષણમાં પેદા થયા છે જેને માણસોએ જ પ્રદૂષિત કર્યું છે. એક સ્ટડી મુજબ ઇસ ૧૮૮૦થી દર મહિને તાપમાનને ચાર્ટમાં દર્શાવ્યું હતું જેમાં ૬૨૮ મહિનામાં એક પણ મહિનો વધારે ઠંડો રહયો ન હતો. આ નિષ્કર્ષ પર પહોંચવા માટે કલાઇમેટ સેન્ટ્રલ દ્વારા નેશનલ એરોનોટિકસ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ઓસિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના આંકડાઓનું વિસ્તૃત અધ્યન કરવામાં આવ્યું હતું.
નવાઇની વાત તો એ છે કે છેલ્લા ૫૦ વર્ષમાં ઔધોગિક કાલખંડ પહેલાની સરખામણીમાં ગરમ રહયા છે. આ ચાર્ટમાં ઠંડીને વાદળી ટપકાથી દર્શાવવામાં આવી હતી આ વાદળી ટપકા ઝડપથી ઓછા થતા જાય છે. આગળ જતા હજુ પણ ગરમી વધવાથી ઠંડી સિઝનમાં ઘટાડો થાય તેવી શકયતા છે. કલાયમેટ સેન્ટ્રલના ચાર્ટના સાત મહિના પહેલા બ્રિટનની યૂનિવર્સિટી ઓફ રીડિંગે ૧૬૭ નકશાઓ તૈયાર કર્યા છે. જેમાં ૧૮૫૦થી વર્ષ ૨૦૧૬ સુધીના તાપમાનનું વિવરણ મળે છે. આ નોંધાયેલા વર્ષોનું તારણ એ જ હતું કે દરેક વર્ષ ગરમ બની રહયું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ૧૯૯૦ પછી પૃથ્વીનું તાપમાન નાટકિય રીતે વધી રહયું છે. ભારતમાં ૧૯૯૨થી અત્યાર સુધી લૂના કારણે ૨૨ હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. છેલ્લા ૨૩ વર્ષથી ભારતમાં લૂના કારણે ૪૦૦ જેટલા લોકોના મોત થાય છે.
૨૦૧૫માં સૌથી વધુ ૨,૪૨૨ લોકોના લૂથી મરણ થયા હતા. ભારતમાં ૧૯૯૮નું વર્ષ સદીનું સૌથી ગરમ માનવામાં આવે છે. જુલાઇ ૨૦૧૬માં પૃથ્વી અને સમુદ્રની સપાટીનું તાપમાન વીસમી સદીની સરેરાશ ૬૦.૪ ડિગ્રી ફેરનહિટ તાપમાન કરતા ૧.૫૭ ડિગ્રી ફેરનહિટ વધારે હતું.જુલાઇ મહિનામાં તાપમાન વૃધ્ધિ ૧૮૬૦ થી ૨૦૧૬ દરમિયાન સૌથી વધારે હતી.૨૦૧૬નો જુલાઇ મહિનો સતત ૪૦મી વાર એવો મહિનો હતો જે સરેરાશ વધારે ગરમ રહયો હતો.

Related posts

ચીન સામે બેવડા મોરચે લડાઇ

aapnugujarat

બજેટ ખેડુતોને બખ્ખા કરાવશે

aapnugujarat

વિજ્ઞાનનો ચમત્કારઃ હવે માણસના શરીરમાં ધડકશે જાનવરનું હૃદય!!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1