Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મણિશંકરે ઝીણાની પ્રશંસા કરતા કોંગી વધુ મુશ્કેલીમાં

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે કોંગ્રેસ માટે ફરી એકવાર મોટી સમસ્યા ઉભી કરી દીધી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે મણિશંકર અય્યરે તેમનો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવીને કોંગ્રેસની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી વેળા પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે વખતે કોંગ્રેસ પાર્ટીએ ભારે મુશ્કેલી અનુભવી હતી. આ વખતે પણ મણિશંકર અય્યરે ઝીણાની પ્રશંસા કરીને ભાજપને હથિયારો આપી દીધા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં હવે મુશ્કેલી પડી શકે છે. અત્રે નોંધનીય છે કે, મણિશંકર અય્યરે ઝીણાની ભારે પ્રશંસા કરી છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં મોહમ્મદ અલી ઝીણાના ફોટાને દૂર કરવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાનમાં જઇને આ મુસ્લિમ નેતાને કાયદેઆઝમ તરીકે ગણાવીને પ્રશંસા કરી છે. પાકિસ્તાનના સ્થાપકની અય્યરે ભરપુર પ્રશંસા કરી છે. ઝીણાને લઇને શાબ્દિક યુદ્ધનો દોર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહ્યો છે ત્યારે અય્યરે આ નવો વિવાદ છેડી દીધો છે. ભાજપે તરત જ તક ઝડપી લીધી છે. અય્યરની ઝાટકણી કાઢતા ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતા ફરી એકવાર સપાટી ઉપર આવી છે. ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી પાકિસ્તાનને શાના માટે સામેલ કરી લે છે તે બાબત સમજાતી નથી. ૂબીજી બાજુ મુંબઈ ભાજપના ધારાસભ્ય પ્રભાત લોધાએ માંગ કરી છે કે, ઝીણા હાઉસ અને ઝીણા હોલને સાંસ્કૃતિક સેન્ટરમાં ફેરવી નાંખવા જોઇએ. સાથે સાથે તેમનામાંથી ઝીણાનું નામ દૂર કરી દેવું જોઇએ. તમામ લોકો જાણે છે કે, ઝીણા હાઉસ મુંબઈમાં મોહમ્મદ અલી ઝીણાના આવાસ તરીકે છે. મુસ્લિમ લીગના નેતા પરથી આ નામ રાખવામાં આવ્યું છે.

Related posts

કોરોના વાયરસની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે રાહુલ ગાંધીએ શ્વેતપત્ર બહાર પાડ્યું

editor

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

अगस्त में खूब मिली नौकरियां, EPFO से जुड़े 10.50 लाख नए कर्मचारी

editor

Leave a Comment

UA-96247877-1