Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

સુપ્રીમ કોર્ટે રોબર્ટ વાડ્રાને ઝટકો આપતા તેમની કંપની દ્વારા ઇન્કમટેક્ષ વિભાગની નોટિસને પડકારતી અરજીને નામંજૂર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ૨૦૧૦-૧૧માં હરિયાણા અને રાજસ્થાનમાં થયેલા વાડ્રાના જમીન સોદાના પુનઃમુલ્યાંકનની માગણી કરી હતી અને આની વિરુધ્ધ વાડ્રાની કંપનીએ અરજી દાખલ કરી હતી. હવે કોર્ટના આદેશનું પાલન કરતા રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઇલાઇટ હોસ્પિટિલિટીની તપાસ શરૂ રહેશે એટલું જ નહીં, વાડ્રાને હવે કંપનીના અન્ય નિદેશકો સાથે આઇટી વિભાગ સમક્ષ હાજર રહેવું પડશે. આ અગાઉ વાડ્રાએ આઇટી વિભાગ સામે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો ઇનકાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેઓ તપાસ માટે આઇટી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા તર્ક સાથે સહમત છે. તેની સાથે જ તે પણ સહમતિ દર્શાવી છે કે રાજકીય દુશ્મની માટે નથી. આ અગાઉ ૧લી ફેબ્રુઆરી ૨૦૧૮માં રોબર્ટ વાડ્રા સાથે સંબંધિત એક સંસ્થાની અરજીને હાઇકોર્ટે નામંજૂર કરી દીધી હતી. આ અરજીમાં આયકર વિભાગના આ નોટિસને પડકારવામાં આવી હતી, જેમાં ૨૦૧૦-૧૧માં હરિયાણા અને રાજસ્થાનમાં થયેલી જમીન વેચાણના પુનર્મૂલ્યાંકનની માગણી કરી હતી.

Related posts

મોદી ભારતીય ઈતિહાસના સૌથી મોટા લોકતાંત્રિક નેતા છે : Amit Shah

editor

પુડ્ડુચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુઃ મોદી સરકારે મંજૂરી આપી

editor

एससीओ सम्मेलन में नहीं होगी इमरान से पीएम मोदी की बैठक : विदेश मंत्रालय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1