Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી ભારતીય ઈતિહાસના સૌથી મોટા લોકતાંત્રિક નેતા છે : Amit Shah

અમિત શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મોદીના જીવનમાં ક્યારે ક્યારે પડકારો આવ્યા, તો તેના જવાબમાં શાહે કહ્યું, તેમના સાર્વજનિક જીવનના ૩ ભાગ કરી શકાય છે. એક તો ભાજપામાં આવ્યા પછી તેમનો પહેલો પડકાર સંગઠનાત્મક કામનો હતો. બીજાે તેમનો મુખ્યમંત્રીનો રહ્યો અને ત્રીજાે રાષ્ટ્રીય રાજકારણમાં આવીને પ્રધાનમંત્રી બન્યા. આ ત્રણ ભાગોમાં તેમના સાર્વજનિક જીવનને બાંધી શકાય છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી એક તાનાશાહ નથી બલ્કે દેશના અત્યાર સુધીના સૌથી લોકતાંત્રિક નેતા છે. કારણ કે તેમણે બધા પાસેથી સલાહ લીધા પછી જ દરેક અગત્યના ર્નિણયો લીધા છે. શાહની આ ટિપ્પણી નરેન્દ્ર મોદીના ૭ ઓક્ટોબરના રોજ પબ્લિક ઓફિસમાં ૨૦ વર્ષ પૂરા કરવાના અવસરે સંસદ ટીવીની સાથે એક ખાસ ઈન્ટરવ્યૂ દરમિયાન આવી છે. હોમ મિનિસ્ટરે કહ્યું, હાં તેઓ અમુક જાેખમ લે છે અને અનુશાસન પર ભાર આપે છે. પણ શાસન અને નીતિથી સંબંધિત અગત્યના ર્નિણય લેતા સમયે પોતાની ઈચ્છા ક્યારેય થોપતા નથી. મોદી માને છે અને તેમણે ઘણીવાર આ કહ્યું પણ છે કે અમે માત્ર સરકાર ચલાવવા માટે નથી આવ્યા પણ ભારત બનાવવા માટે આવ્યા છે. અમિત શાહે કહ્યું કે, જે લોકોએ પ્રધાનમંત્રી મોદીની સાથે કામ કર્યું છે, જેમાં તેમના ટીકાકારો પણ સામેલ છે. તેઓ આ વાતથી સંમત થશે કે કેબિનેટને પહેલા ક્યારેય આટલા લોકતાંત્રિક રીતે ચલાવવામાં આવ્યું નથી. મેં પ્રધાનમંત્રી મોદી જેવા સારા શ્રોતા ક્યારેય જાેયા નથી. તેઓ બધાનું સાંભળે છે અને સૂચનની ગુણવત્તાને મહત્વ આપે છે. કારણ કે તેઓ પ્રધાનમંત્રી છે માટે નિશ્ચિતપણે અંતિમ ર્નિણય તેમની પાસે છે. શાહે કહ્યું કે નોટબંધી, ધારા ૩૭૦ને નાબૂદ કરવી અને ત્રણ તલાક પર પ્રતિબંધ લગાવવો પ્રધાનમંત્રી મોદીના અમુક સાહસિક ર્નિણયો હતા. સર્જિકલ સ્ટ્રાઇક એક અમેરિકન અવધારણા હતી અને નરેન્દ્ર મોદીના સત્તામાં આવવા પહેલા, આ સવાલથી બહાર હતું.

Related posts

भारत ने तुर्की को दी चेतावनी, कश्मीर मामले में दखल न करें

aapnugujarat

હિન્દુ ધર્મની સામે કાવતરા ઘડાઈ રહ્યા છે : ધર્મ સંસદમાં સંઘના વડા દ્વારા તીવ્ર પ્રતિક્રિયા

aapnugujarat

ભારે સસ્પેન્સની વચ્ચે આજે યુપીમાં મ્યુનિસિપલ રિઝલ્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1