Aapnu Gujarat
ગુજરાત

રવિ પુજારીએ સુરતના બિલ્ડર પાસે ૧૦ કરોડની ખંડણી માંગી

અંડર વર્લ્ડ ડોન રવિ પુજારીએ સુરતના એક ટોચના બિલ્ડર પાસે રૂપિયા ૧૦ કરોડની ખંડણી માટે ફોન પર ધમકી આપવાની ઘટનાએ સુરતના બિલ્ડરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. બિલ્ડરે ધમકી ભર્યો ફોન આવ્યો હોવાની સુરતના પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા કમિશ્નરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બિલ્ડરને સુરક્ષા પુરી પાડી હોવાનું જાણવા મળ્યું છે.અત્યારએ ગુપ્ત રાહે તપાસ ચાલી રહી હોવાથી પોલીસ કોઇ માહીતીનો ફોડ પાડતી નથી.અંડર વર્લ્ડ ડોન અને ગેંગસ્ટર રવિ પુજારી અગાઉ પણ સુરત અને નવસારીના બિલ્ડરોને ફોન પર ધમકીઓ આપી ચુક્યો છે. તાજેતરમાં જ મુંબઇમાં જાણીતા ડાન્સર અને ફિલ્મ ડિરેકટર રેમો ડિસોઝાને ધમકી આપવા માટે ડોન રવિ પુજારીએ ફિલ્મ પ્રોડયુસરની રૂપિયા ૫૦ લાખની સોપારી લીધી હતી. મુંબઇ પોલીસે ફિલ્મ પ્રોડયુસરની ધરપકડ કરી હતી. આમ ખંડણી માટે ધમકી આપતો રહેતા રવિ પુજારીએ સુરતના એક બિલ્ડરને દુબઇથી ફોન કરીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માગી હોવાની ચર્ચા છે.

Related posts

વીએસ હોસ્પિટલને બચાવવા કોંગી નેતાઓના ફાંસીના દોરડા ગળામાં લટકાવીને ઉગ્ર દેખાવો

aapnugujarat

અલ્પેશ ઠાકોર દ્વારા જાહેરસભા દરમિયાન યુવતીને ૫૦૦ રૂપિયા અપાતા વિવાદ

aapnugujarat

લીંબડી સિવિલ કોર્ટ ખાતે જાહેર જનતા માટે કાનૂની મદદ કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું

editor

Leave a Comment

UA-96247877-1