Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ઇસરો ૧૨ એપ્રિલે રોજ ૧૧ ઉપગ્રહ લોન્ચ કરશે

ઇસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા સંચાર ઉપગ્રહ જીસેટ-૬એ બાદ ઇસરો ૧૨ એપ્રિલના રોજ તેના આગામી નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧આઇના લોન્ચિંગ માટે તૈયારી કરી રહ્યું છે. ઈસરોના ચેરમેન ડૉ.કે સિવાને જણાવ્યું કે આઇઆરએનએસએસ-૧આઇ અગાઉ લોન્ચ કરવામાં આવેલા ઉપગ્રહ જીસેટ-૬એના સિગ્નલ લિંકની સ્નેપિંગના કારણે પ્રભાવિત થશે નહીં. જ્યારે એક તરફ ઇસરોની એક ટીમ જીસેટ-૬એ સાથેના સંપર્કને પુનઃ સ્થાપિત કરવામાં વ્યસ્ત છે. ત્યાં બીજી તરફ અન્ય એક ટીમ નેવિગેશન સેટેલાઇટના લોન્ચિંગની તૈયારીઓમાં વ્યસ્ત છે.આઇઆરએનએસએસ-૧૧નું લોન્ચિંગ ૧૨ એપ્રિલના રોજ પીએસએલવી-સી૪૧ રોકેટ દ્વારા શ્રીહરિકોટાથી કરવામાં આવશે. આ સેટેલાઇટ આઇઆરએનએસએસ-૧એ નેવિગેશન સેટેલાઇટની જગ્યા લેશે જેની ત્રણ રુબિડિયમ અણુ ઘડિયાળો (ચોક્કસ સ્થાન માહિતી માપવા અર્થ) બે વર્ષ પહેલાં કામ કરતી અટકી ગઈ હતી. આઇઆરએનએસએસ-૧૧નું વજન ૬૦૦ કિલોગ્રામ છે અને દસ વર્ષના આયુષ્ય સાથે તે આઠમું ઉપગ્રહ હશે જે આઇઆરએનએસએસમાં જોડાશે.ઉલ્લેખનીય છે કે સાત ઉપગ્રહ સ્વદેશી નેવિગેશન સિસ્ટમ એ અમેરિકન જીપીએસનું એક નાનું સંસ્કરણ છે. જેમાં ૩૧ ઉપગ્રહો વૈશ્વિક પહોંચ ધરાવે છે. ’દેશી’ જીપીએસ ભારતમાં વપરાશકર્તાઓ તેમજ પ્રદેશ સીમાને ૧૫૦૦ કિમી સુધી ચોક્કસ માહિતી આપવા માટે બનાવવામાં આવ્યું છે. ગયા વર્ષે ૩૧ ઓગસ્ટના રોજ ઇસરોના આઇઆરએનએસએસ-૧એની ખામીને દૂર કરવા માટે આઇઆરએનએસએસ-૧એચ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ નેવિગેશન સેટેલાઇટ પીએસએલવી રોકેટની શીલ્ડમાં લૉન્ચ દરમિયાન અટકી ગયું હતું. જેથી તે પ્રયત્ન અધૂરો રહ્યો હતો.

Related posts

CM Arvind Kejriwal announces financial assistance Rs 10 lakh for minor rape victim’s family

aapnugujarat

आतंकवादी घुसने की खुफिया जानकारी के बाद हाई अलर्ट पर तमिलनाडु

aapnugujarat

કુંભ પહોંચેલા અમિત શાહે સંગમ ખાતે લગાવેલ ડુબકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1