Aapnu Gujarat
બિઝનેસ

આઈપીએલ રસિયાઓ માટે જિયોએ લોન્ચ કરી ખાસ ઓફર

આઈપીએલ શરુ થવાના હવે થોડા જ દિવસોની બાકી છે. ત્યારે રિલાયન્સ જિયોએ આઈપીએલ રસિયાઓ માટે રૂ.૨૫૧માં પૂરા ૧૦૨ જીબી ડેટાનો પ્લાન લોન્ચ કર્યો છે. માય જિયો એપ પર આઈપીએલનો લાઈવ શો પણ થશે જેના માટે જિયો દ્વારા કોમેડિયન સુનીલ ગ્રોવર સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યો છે. જિયોએ એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીએ ક્રિકેટ સીઝન માટે એક ખાસ પેક લોન્ચ કર્યું છે જેમાં યુઝર્સ ૫૧ દિવસ સુધી ચાલનારી આઈપીએલ મેચનું મોબાઈલમાં લાઈવ સ્ટ્રિમિંગ જોઈ શકશે.
આ પેકમાં માત્ર ૨૫૧ રુપિયામાં પૂરો ૧૦૨ જીબી ડેટા મળશે.ઉલ્લેખનીય છે કે આઈપીએલની લેટેસ્ટ સીઝન શનિવારથી શરુ થવા જઇ રહી છે. સુનિલ ગ્રોવર જિયોના ધન ધના ધન લાઈવ શોને હોસ્ટ કરશે, તેમાં શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા તેમજ કપિલ દેવ અને વીરેન્દ્ર સેહવાગ જેવા પૂર્વ ક્રિકેટરો પણ જોવા મળશે. આ શો માત્ર માય જિયો એપ પર જોઈ શકાશે. જો કે તેને જિયો અને નોન-જિયો આમ બંને સબસ્ક્રાઈબર્સ નિહાળી શકશે. ઉપરાંત સાત એપ્રિલથી લાઈવ એપિસોડ્‌સ પણ શરુ કરાશે, જે દર શુક્ર, શનિ અને રવિવારે રિલીઝ કરાશે. વધુાં જિયો ટૂંક સમયમાં ક્રિકેટ પ્લે ગેમ લોન્ચ કરવા જઇ રહી છે જેમાં પાર્ટિસિપન્ટ્‌સને ઈનામ જીતવાનો મોકો પણ મળશે.

Related posts

સોનાની આયાતમાં ૧૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો : રિપોર્ટ

aapnugujarat

ડેબ્ટ માર્કેટમાં ૧.૫ અબજ ડોલરનું જંગી રોકાણ કરાયું

aapnugujarat

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૩૨૨૯૮ કરોડ રૂપિયા ઘટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1