Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૨૦૧૯ સુધીમાં ગંગા ૯૦ ટકા સ્વચ્છ થઈ જશે : નીતિન ગડકરી

કેન્દ્રના માર્ગ અને પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકારની યોજનાઓ તથા પ્રયાસોને લીધે સ્વચ્છ ગંગા વહેલાં જોવા મળશે. ૨૦૧૯ સુધી ૮૦થી ૯૦ ટકા સુધી ગંગાની સાફસૂફી થઈ જશે. આ માટે ગંભીર પ્રયાસો કરાઈ રહ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦ હજાર કિમી સુધીનો જળ માર્ગ ભારતની મોટી તાકાત છે. ૨૦૧૯ સુધીમાં ૮૦થી ૯૦ ટકા ગંગા સ્વચ્છ થઈ જશે. આ માટે ૧૮૯ પ્રોજેક્ટ છે અને તે પૈકી ૪૧ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. નિર્મલ અને અવિરલ ગંગા માટે કાંઠે અત્યાર સુધી ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું છે.ગંગા બેેંક બનાવવા માટે અમારી સરકાર રૂ. ૩૦૦૦ કરોડનો ખર્ચ કરવા માટે પણ કટિબદ્ધ છે.  બજેટમાં દેશમાં નદીઓની સ્વચ્છતા માટે સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૬ લાખ કરોડની ફાળવણી કરાઈ છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ગંગા કિનારે ૧૦ જેટલા ઓદ્યોગિક વસાહતોને લીધે જ પ્રદૂષણના પ્રમાણમાં વધારો થયો છે. ૧૦ મોટા શહેર ગંગામાં પ્રદૂષણ માટે મુખ્યત્વ જવાબદાર છે. આમાં કાનપુરનો રેકોર્ડ સૌથી વધારે ખરાબ છે.

Related posts

देहरादून-नई दिल्ली नंदा देवी एक्सप्रेस का कोटा तक बढ़ाने का फैसला

aapnugujarat

બજેટ : ગરીબો, ખેડૂતો માટે રાહતો, મધ્યમ વર્ગને ફટકો

aapnugujarat

Central govt launches Swachh Survekshan Grameen 2019

aapnugujarat

Leave a Comment

UA-96247877-1