Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પેરિસ ક્લાઇમેટ ડીલથી અમેરિકા બહાર, ટ્રમ્પે ભારત અને ચીનને ગણાવ્યાં દોષી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે ઐતિહાસિક પેરિસ ક્લાઇમેટ ડીલમાંથી બહાર નિકળવાના પોતાના નિર્ણય માટે એકવાર ફરીથી ભારત અને ચીનને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી અનુચિત હતી. તેમાં અમેરિકાએ એવા દેશો માટે કિંમત ચૂકવવી પડે છે જેમાં સૌથી વધુ ફાયદો થઇ રહ્યો હતો. ટ્રમ્પે ગયા વર્ષે જૂનમાં પેરિસ ડીલમાંથી બહાર નિકળવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આ સમજૂતીથી અમેરિકાને અરબો ડોલરની કિંમત ચૂકવવી પડશે, નોકરીઓ પ્રભાવિત થશે અને તેલ, ગેસ, કોલસો અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પ્રભાવિત થશે. આ સાથે જ તેઓએ કહ્યું હતું કે, આ સમજૂતી પર નવેસરથી વાટાઘાટો માટે તૈયાર છે.થોડાં વર્ષો દરમિયાન ૨૦૦થી વધુ દેશો આ સમજૂતીમાં સામેલ થયા છે. ટ્રમ્પે કન્સર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટીમાં પોતાના વ્યક્તવ્યમાં કહ્યું, અમે પેરિસ ક્લાઇમેટ ડીલને છોડી દીધી છે. આ ખૂબ જ ઘાતક હોત, તે આપણા દેશ માટે ખૂબ જ નુકસાનદાયક રહ્યું હોત. ટ્રમ્પે એવી દલીલ કરી હતી કે, ચીન અને ભારતને પેરિસ સમજૂતીથી સૌથી વધારે ફાયદો છે.ટ્રમ્પે કહ્યું કે, આ સમજૂતી અમેરિકા માટે અનુચિત છે કારણ કે આનાથી કારોબાર અને નોકરીઓ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.ભારત અને અન્ય દેશો પર ટિપ્પણી કરતા ટ્રમ્પે કહ્યું કે, અન્ય દેશો, મોટાં દેશો – ભારત અને અન્યની કિંમત આપણે ચૂકવવી પડી હોત. કારણ કે તેઓ પોતાને વિકાસશીલ દેશો ગણે છે. તેઓ વિકસિત છે? હું પૂછી રહ્યો છું કે અમે શું છીએ? શું અમને પણ આગળ વધારવામાં આવી રહ્યા છે? ટ્રમ્પે કહ્યું કે, તેઓ ભારતને વિકાસશીલ દેશ કહે છે. ચીનને વિકાસશીલ દેશ કહે છે. પરંતુ અમેરિકા વિકસિત છે, તો અમે કિંમત ચૂકવી શકીએ છીએ?

Related posts

ઝુકરબર્ગનો ઘટસ્ફોટ : અમે વાંચીએ છીએ તમારા પ્રાઈવેટ મેસેજ

aapnugujarat

વેક્સીન આપવા બદલ મેક્સિકો સરકારે માન્યો ભારત નો આભાર

editor

सोशल मीडिया पर नफ़रत से लड़ने वाले सेल्फ पुलिसिंग के समर्थन में आए UN प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1