Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઝુકરબર્ગનો ઘટસ્ફોટ : અમે વાંચીએ છીએ તમારા પ્રાઈવેટ મેસેજ

ફેસબુકના ૮ કરોડ ૭૦ લાખ ઉપયોગકર્તાઓના પર્સનલ ડેટાની પોલિટિકલ કંસલ્ટંસી એનાલિટિકાએ ચોરી કરી છે. સોશીયલ મીડિયા જગતની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક ફેસબુકે આની પુષ્ટી કરતા જણાવ્યું કે કેંબ્રિજ એનાલિટિકા સાથે આશરે ૮ કરોડ ૭૦ લાખ ઉપયોગકર્તાઓના ડેટા ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કર્યા હતા.કેંબ્રિજ એનાલિટિકા સાથે ફેસબુકે જે ૮ કરોડ ૮૭ લાખ લોકોના પર્સનલ ડેટા શેર કર્યા છે તેમાં મોટાભાગના લોકો અમેરિકાના રહેવાસી છે. કેંબ્રિજ એનાલિટિકાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રંપ માટે કામ કર્યું હતું.
ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઈક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ પર લખીને આ જાણકારી સાર્વજનિક કરી છે.ફેસબુકે જણાવ્યું કે અમે ત્રીજી પાર્ટીની એપ્લિકેશન દ્વારા યૂઝર્સના પર્સનલ ડેટામાં ચોરીને રોકવા માટે મોટા પગલા ભરી રહ્યા છીએ. ત્યારે આ મામલે ઝુકરબર્ગે જણાવ્યું કે તમામ ભૂલો છતા પણ ફેસબુકને ચલાવવા માટે હું યોગ્ય વ્યક્તિ છું.આપને જણાવી દઈએ કે ન્યુઝ સ્ટોરી, ચૂંટણીમાં હસ્તક્ષેપ, અને પ્રાઈવસી સાથે જોડાયેલા કૌભાંડનો માર સહન કરી રહેલી વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીને રોકાણકારો, ઉપયોગકર્તાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગત મહિને ફેસબુકે સ્વીકાર્યું હતું કે કરોડો યુઝર્સના પર્સનલ ડેટા ખોટી રીતે કેંબ્રિજ એનાલિટિકાના હાથે લાગી ગયા હતા.

Related posts

UK Foreign Secretary Dominic Raab dismisses idea of oil tanker swapping with Iran

aapnugujarat

कैलाश मानसरोवर यात्रा पर गए 200 भारतीय यात्री फंसे

aapnugujarat

પૃથ્વીનું ઓઝોન સ્તર વધુ સારું થઈ રહ્યું છેઃ સંયુક્ત રાષ્ટ્ર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1