Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અમિત શાહે દલિતના ઘરમાં લીધું ભોજન, પટનાયક સરકાર પર કર્યાં આકરા પ્રહાર

કર્ણાટકના ત્રણ દિવસના પ્રવાસ બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ આજે ઓડિશા પહોંચ્યા હતા આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઓડિશામાં પટનાયક સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત શાહે કહ્યું કે અહીની જનતાનો ઓડિશા સરકાર વિરુધ્ધ ઘણો ગુસ્સો જોવા મળી રહ્યો છે.૧૮ વર્ષ સુધી રાજ્યમાં શાસન કર્યા બાદ પણ રાજ્ય સરકાર જનતાને સ્વચ્છ પાણી પહોંચાડી શકતી નથી. મે લોકોની પ્રતિક્રિયાઓ જોઇ છે જેના આધાર પર હું કહી શકું છું કે રાજ્યમાં પરિવર્તનની લહેર દોડી રહી છે. ઓડિશાની જનતાએ પરિવર્તનનું મન બનાવી લીધું છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે કેન્દ્ર સરકાર વીજળીના ગોડાઉનની જેમ છે જે વિકાસાત્મક કાર્યક્રમ બનાવીને ઓડિશાને મોકલે છે. પરંતુ ભુવનેશ્વરના તુટેલા ટ્રાન્સફોર્મરથી દિવાસળી સળગી રહી છે.ઉલ્લેખનીય છે કે અહીં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આમ ભાજપ અધ્યક્ષ અમિત શાહની આ મુલાકાતને આગામી ચૂંટણીની રણનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓડિશાના બલાંગીર વિસ્તારમાં એક દલિતના ઘર પર ભોજન લીધું હતું.ઉલ્લેખનીય છે કે આ અગાઉ બુધવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાલાહાંડી જિલ્લાના ભવાનીપટનામાં એક જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે અનામત નીતિને કોઇ બદલવાની હિંમત કરી શકે તેમ નથી જેને બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે. અમિત શાહે કહ્યું બાબા સાહેબ આંબેડકરે દ્વારા સંવિધાનમાં સામેલ કરવામાં આવેલ અનામત નીતિને બદલવાની કોઇનામાં હિંમત નથી.

Related posts

મહારાષ્ટ્રમાં મોદી ૮ રેલી કરશે

aapnugujarat

सरेंडर करने वाले आतंकियों को ६ लाख रुपये देने का प्रस्ताव

aapnugujarat

પવાર, માયાવતીનું ચૂંટણી નહીં લડવું મોદીના વિજયનો સંકેત : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1