Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પૃથ્વીનું ઓઝોન સ્તર વધુ સારું થઈ રહ્યું છેઃ સંયુક્ત રાષ્ટ્ર

સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ધરતીનું સુરક્ષા કવચ ઓઝોન પડ એરોસોલ સ્પ્રે અને કૂલન્ટથી થયેલા નુકસાનથી બહાર આવી રહ્યું છે. ઓઝોનનું પડ ૧૯૭૦ના દાયકા બાદ પાતળુ થતું ગયું હતું. વૈજ્ઞાનિકોએ આ જોખમ વિશે જાણકારી આપી અને ઓઝોનને નબળા કરનારા રસાયણોને ધીરે-ધીરે સમગ્ર દુનિયામાંથી નાશ કર્યા.ઈક્વાડોરના ક્કિટોના એક સંમેલનમાં રજૂ કરાયેલા વૈજ્ઞાનિક તારણ મુજબ આનું પરિણામ એ હશે કે ૨૦૩૦ સુધી ઉત્તર ગોળાર્ધ ઉપર ઓઝોનનુ ઉપરી પડ સમગ્ર રીતે પૂર્વવત થઈ જશે. એન્ટાર્ટિકા પરનું ઓઝોનનું ગાબડું ૨૦૬૦ સુધી ગાયબ થઈ જવું જોઈએ. દક્ષિણ ગોળાર્ધમાં આ પ્રક્રિયા ધીમી છે અને તેનુ ઓઝોન સ્તર સદીના મધ્ય સુધીમાં સારું થશે.નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટરના પ્રમુખ પૃથ્વી વૈજ્ઞાનિક અને રિપોર્ટના સહ પ્રમુખે કહ્યું, હકીકતમાં આ ઘણા સારા સમાચાર છે. જો ઓઝોનને ક્ષીણ બનાવનારા તત્વ વધી જાય તો આપણને ભયાવહ અસરનો સામનો કરવો પડી શક્યો હોત. આપણે તેને રોકી દીધા. ઓઝોન પૃથ્વીના વાયુમંડળની જેમ છે. જે ગ્રહને યુવી કિરણોથી બચાવે છે. યુવી કિરણો ત્વચાના કેન્સર, પાકને નુકસાન અને અન્ય સમસ્યાઓ માટે જવાબદાર હોય છે.

Related posts

About 2 million doses of Covid vaccine to be purchased from India by Nepal

editor

Pakistan’s Ex Prez Asif Ali Zardari arrested by anti corruption dept

aapnugujarat

WHO टीम ने चीन में कोविड-19 जांच मिशन की शुरुआत की

editor

Leave a Comment

UA-96247877-1