Aapnu Gujarat
રમતગમત

ઝિમ્બાબ્વે ૫ વર્ષ બાદ ટેસ્ટ જીત્યું, બાંગ્લાદેશને ૧૫૧ રનથી આપી હાર

ડન માવુતા અને સિકંદર રજાની ઘાતક બોલિંગની મદદથી ઝિમ્બાબ્વેએ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને ૧૫૧ રનથી હાર આપીને પાંચ વર્ષમાં પ્રથમ ટેસ્ટ જીત મેળવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારા લેગ સ્પિનર માવુતાએ ૨૧ રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે ઓફ સ્પિનર રજાએ ૪૧ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.બાંગ્લાદેશને જીત માટે ૩૨૧ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ચોથા દિવસે બાંગ્લાદેશની ટીમ ૧૬૯ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.મસાકાડ્‌ઝાએ પણ ૨ વિકેટ લીધી હતી. તેણે આરિફુલ હકને પેવેલિયન મોકલીને બાંગ્લાદેશની ઈનિંગનો અંત આણ્યો હતો.
પાકિસ્તાનને ૨૦૧૩માં હરારેમાં હરાવ્યા બાદ ઝિમ્બાબ્વેની આ પ્રથમ ટેસ્ટ જીત છે. પોતાના દેશની બહાર ૧૭ વર્ષ બાદ ઝિમ્બાબ્વેએ કોઈ ટેસ્ટ જીતી છે. આ પહેલા ૨૦૦૧માં તેણે ચટગાંવમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.ઝિમ્બાબ્વેએ પ્રથમ ઈનિંગમાં ૨૮૧ રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ ૧૪૩ રનમાં સમેટાઈ જતાં ઝિમ્બાબ્વેને ૧૩૯ રનની સરસાઈ મળી હતી. જે બાદ ઝિમ્બાબ્વેની બીજી ઈનિંગ ૧૮૧ રનમાં સમાપ્ત થતાં બાંગ્લાદેશને મેચ જીતવા ૩૨૦ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટાર્ગેટને હાંસલ કરતી વખતે બાંગ્લાદેશની ટીમ માત્ર ૧૬૯ રનમાં જ તંબુ ભેગી થઈ જતાં ઝિમ્બાબ્વેનો ૧૫૧ રનથી વિજય થયો હતો.

Related posts

શમીને રાહત : ફિક્સિંગના આરોપોથી અંતે મુક્ત થયો

aapnugujarat

યુએસ ઓપન ટેનિસ : આજે મહિલા વર્ગની ફાઇનલ મેચ

aapnugujarat

न्यूजीलैंड ने पहले टेस्ट में पाकिस्तान को 101 रन से हराया

editor

Leave a Comment

UA-96247877-1