Aapnu Gujarat
રમતગમત

યુએસ ઓપન ટેનિસ : આજે મહિલા વર્ગની ફાઇનલ મેચ

ન્યુયોર્ક ખાતે રમાઇ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં સ્લોઆન સ્ટેફેન્સે મોટો અપસેટ સર્જીને વિનસ વિલિયમ્સ ઉપર જીત મેળવીને ફાઇલનમાં આગેકૂચ કરી લીધી હતી. આની સાથે જ ફાઈનલમાં હવે સ્ટેફેન્સ વધુ ઉલટફેર કરનાર મેડિસન સામે ટકરાશે. ઓલ વુમન ફાઈનલને લઇને અમેરિકી ચાહકોમાં વધારે ઉત્સુકતા દેખાઈ રહી છે. વર્ષ ૨૦૦૨ બાદથી ફ્લુસિંગ મેડોસ ખાતે પ્રથમ વખત ઓલ અમેરિકન ફાઈનલ રમાનાર છે. સ્ટેફન્સ અને મેડિસન બંને શક્તિશાળી ખેલાડી તરીકે ઉભરી આવી છે. આવતીકાલે બંને વચ્ચેની ફાઇનલ જંગ રોમાંચક બને તેમ માનવામાં આવે છે. વિલિયમ્સ ઉપર સ્ટેફન્સે ૬-૧, ૦-૬ અને ૭-૫થી જીત મેળવી હતી. સાત વખતની ચેમ્પિયન વિલિયમ્સ ઉપર આ જીત મેળવ્યા બાદ સ્ટેફન્સ ખુબ જ આશાસ્પદ દેખાઈ રહી છે. જ્યારે ૧૫ વર્ષીય મેડિસન કિએ ૨૦મી ક્રમાંકિત ખેલાડી ઉપર એક કલાકની મેચમાં હરીફ ખેલાડી ઉપર ૬-૧, ૬-૨થી જીત મેળવી હતી. આ મેચ એક તરફથી સાબિત થઇ હતી પરંતુ સ્ટેફન્સે ખુબ જ જોરદાર રમત રમી હતી. યુએસ ઓપનની મહિલા ફાઇનલ્સને લઇને આ વખતે ઉત્સુકતા વધારે છે. કારણ કે, નવી ચેમ્પિયન યુએસ ઓપનને મળનાર છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપમાં મુગુરુઝાએ આ વખતે સ્પેનિસ તાકાને દર્શાવી ન હતી. કારણ કે તે વહેલીતકે હારી ગઈ હતી. જો કે, પુરુષોના વર્ગમાં પ્રથમ ક્રમાંકિત રાફેલ નડાલની આગેકૂચ જારી રહી છે. તે ફરી એકવાર ચેમ્પિયન્સ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. બીજી બાજુ ૩૭ વર્ષીય વિલિયમ્સ ઓપન એરામાં ગ્રાન્ડસ્લેમ જીતના સૌથી મોટી વયની મહિલા બનવાની દિશામાં આગળ વધી રહી હતી. આ સિઝનમાં તે ત્રીજી મોટી ફાઇનલમાં રમવાના ઇરાદામાં હતી. વિલિયમ્સે ૧૯૯૭માં યુએસ ઓપનમાં ડેબ્યુ કરીને ન્યુયોર્કમાં પ્રથમ મેચ રમી હતી જ્યારે ૨૪ વર્ષીય સ્ટેફન્સ તેના કરતા ખુબ જુનિયર ખેલાડી છે. આ વખતે યુએસ ઓપનમાં કુલ ઇનામી રકમ ૫૦૪૦૦૦૦૦ ડોલર રાખવામાં આવી છે. યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે.
આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે.એન્ડી મરે આ વખતે મેદાનમાં નથી. વર્ષ ૨૦૦૨માં ઓલ અમેરિકન ફાઈનલ રમાઈ હતી જેમાં સેરેના વિલિયમ્સે વિનસને હાર આપી હતી.

Related posts

વિશ્વકપમાંથી ઈજાને કારણે રવિન્દ્ર જાડેજા બહાર

aapnugujarat

Sri Lanka defeats West Indies by 23 runs

aapnugujarat

पंत की जगह केएस भरत बैकअप कीपर के तौर पर टीम में शामिल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1