Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગના લીધે અમેરિકામાં ૪૦ વર્ષથી સક્રિય પાક.ની હબીબ બેંક બંધ

ત્રાસવાદને લઇને પાકિસ્તાનને ફરી એકવાર અમેરિકાએ મોટો ફટકો આપ્યો છે. બેકિંગ નિયમકોએ ૪૦ વર્ષથી ન્યુયોર્કમાં પોતાની હાજરી ધરાવનાર ઇસ્લામાબાદની હબીબ બેંકને પોતાની શાખા બંધ કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે. હબીબ બેંકની સામે આ કાર્યવાહી ત્રાસવાદીઓને ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવા મામલાના કારણે કરવામાં આવી છે. હબીબ પાકિસ્તાનની સૌથી મોટી પ્રાઇવેટ બેંક છે. ન્યુયોર્કમાં બેંકિંગ અધિકારીઓના કહેવા મુજબ સતત આદેશોની અવગણના કરવામાં આવી રહી હતી. આ બેંક મારફતે એવી લેવડદેવડ થઇ હોવાની શંકા છે જે ગતિવિધિ ત્રાસવાદીઓ, મની લોન્ડરિંગ અથવા તો બીજી ગેરકાયદે ગતિવિધિઓમાં ઉપયોગ થઇ હતી. અમેરિકામાં વિદેશી બેંકોના રેગ્યુલટેર સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસે હબીબ બેંક ઉપર ૨૨.૫ કરોડ ડોલર અથવા તો ૧૪૩૭૧ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અલબત્ત બેંક પર પહેલા ૬૨.૯૬ કરોડ ડોલરનો દંડ લાગૂ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી પરંતુ ત્યારબાદ અને ઘટાડી દેવાનો નિર્ણય કર્યો હતો. હબીબ બેંક અમેરિકામાં ૧૯૭૮થી કામ કરી રહી હતી. વર્ષ ૨૦૦૬માં કેટલાક ગેરકાયદે ટ્રાન્ઝિક્શનની શંકા થયા બાદ બેંકને આ પ્રકારની લેવડદેવડ પર કઠોર વલણ અપનાવવા માટે કહેવામાં આવ્યુ ંહતું પરંતુ બેંકે કોઇ ધ્યાન આપ્યું ન હતું. ન્યુયોર્કમાં બેંકિંગ નિયામકોના કહેવા મુજબ હબીબ બેંક મારફતે સાઉદીની પ્રાઇવેટ બેંક અલરજહીની સાથે અબજો ડોલરની લેવડદેવડ થઇ હતી. આ બેંક અલકાયદા સાથે સંપર્કમાં હતી. હબીબ બેંક આવી ખાતરી આપવામાં નિષ્ફળ રહી હતી કે પૈસાનો ઉપયોગ હવાલા અથવા ત્રાસવાદને પ્રોત્સાહન આપવા માટે કરાયો નથી. બેંકને બંધ કરવાનો આદેશ કરાતા પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે.

Related posts

Prez Trump declares departure of spokeswoman Sarah Sanders

aapnugujarat

એનડીએ ફરી પૂર્ણ બહુમતિ મેળવી શકે છે : સર્વે

aapnugujarat

મ્યુચ્યુઅલ ફંડમાં ૨૦૧૮માં ૧.૨૪ લાખ કરોડ ઉમેરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1