Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

મેક્સિકોમાં આઠની તીવ્રતાનો વિનાશક ભૂકંપ

દક્ષિણી મેક્સિકોમાં આજે સવારે આઠની તીવ્રતા સાથે પ્રચંડ ધરતીકંપનો આંચકો આવ્યો હતો જેના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. પ્રચંડ ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે અને શ્રેણીબદ્ધ સુનામી મોજા ઉછળ્યા હોવાના અહેવાલ મળ્યા છે. મેક્સિકો શહેર અને ગ્વાટેમાલા શહેર સુધી ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા. મેક્સિકોના પ્રમુખ પેનાનિટોએ કહ્યું છે કે, છેલ્લા ૧૦૦ વર્ષના ઇતિહાસમાં મેક્સિકોમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આંચકો આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઉંઘમાં હતા. ભૂકંપથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતોમાં સિયાપાસનો સમાવેશ થાય છે. નેટોએ કહ્યું છે કે, સિયાપાસમાં બે અને તબાસ્કોમાં બેના મોત થયા છે. ઓઆક્ષામાં એક હોટલ અને સિયાપાસમાં અનેક મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા છે. ભૂકંપ બાદ માનવીય નુકસાન અને આર્થિક નુકસાન અંગે આગાહી કરનાર યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દૂરગામી વિસ્તારો સાથે હજુ પહોંચી શકાયું નથી. પરંતુ ભારે ખુવારી અને નુકસાનનો ઇન્કાર કરી શકાય નહીં. મેક્સિકોમાં સુનામીની જાહેરાત કરવામાં આવી હતી. ત્રણ ફૂટ સુધીના મોજા ઉઠળ્યા હોવાની વાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરીમાં દેશની સેના, મરીન અને ફેડરલ પોલીસ જોડાઈ હતી. આંચકાની અસર મેક્સિકો સિટીમાં પણ અનુભવાઇ હતી. દહેશતમાં મુકાયેલા લોકો ચારેબાજુ નાસભાગ કરતા નજરે પડ્યા હતા. મેક્સિકોની સરહદ અને ગ્વાટેમાલામાં પણ આંચકો અનુભવાયો હતો. સાક્ષીઓના કહેવા મુજબ ધરતીકંપની અસર આશરે ૯૦ સેકન્ડ સુધી રહી હતી. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આંચકા બાદ બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. જાનમાલના નુકસાનના સંબંધમાં હજુ સુધી કોઇ માહિતી મળી શકી નથી. મેક્સિકોની કેટલીક સંસ્થાઓએ કહ્યુ છે કે વર્ષ ૧૯૮૫ બાદથી મેક્સિકોમાં હજુ સુધીના સૌથી વિનાશકારી ધરતીકંપ તરીકે આને ગણવામાં આવે છે. વર્ષ ૧૯૮૫માં મેક્સિકોમાં ઇમારતો ધરાશાયી થઇ હતી. હજારો લોકોના મોત થયા હતા. મેક્સિકો સિટીમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. વિનાશ કરી શકે તેવી તીવ્રતા સાથે આવેલા આંચકા બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યુ છે કે નુકસાનને લઇને ચકાસણી ચાલી રહી છે. મેક્સિકોમાં વર્ષ ૧૯૮૫માં વિનાશક ધરતીકંપમાં ભારે તબાહી થઇ હતી. વિશ્વમાં જાપાન, ન્યુઝીલેન્ડ ઇન્ડોનેશિયા સૌથી વધારે ધરતીકંપ પ્રભાવિત વિસ્તારો પૈકી એક છે.

Related posts

सऊदी अरब ने भारतीयों के लिए हज यात्रा के कोटे में 30,000 का किया इजाफा

aapnugujarat

Suicide car bombing in Afghanistan; 13 died

editor

જાન્યુઆરીમાં કોરોના પિક પર હશે : દરરોજ ૨૫ હજાર મોતની આશંકા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1