Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

જાન્યુઆરીમાં કોરોના પિક પર હશે : દરરોજ ૨૫ હજાર મોતની આશંકા

કોરોના વાયરસની ચોથી લહેરનો સામનો કરી રહેલા ચીનમાં આવનારા દિવસો વધુ ખરાબ હોઈ શકે છે. એવી આશંકા છે કે જાન્યુઆરીમાં વાયરસથી એક દિવસમાં ૨૫,૦૦૦ થી વધુ લોકો મૃત્યુ પામી શકે છે, ત્યારબાદ રોગચાળાના નિયંત્રણો વગર નવા વર્ષની ઉજવણીની શરૂઆત અટકાવવાની સંભાવના છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી લંડનની સંશોધન કંપની એરફિનિટી લિમિટેડએ જણાવ્યું છે કે ૧.૪ અબજના દેશમાં ૨૩ જાન્યુઆરીની આસપાસ વાયરસનાં મૃત્યુઆંક ચરમશીમા પર આવી શકે છે.
એરફિનિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’પ્રાદેશિક ડેટાના વલણોનો ઉપયોગ કરી રોગચાળાના નિષ્ણાતોની અમારી ટીમે એવા વિસ્તારોમાં કોરોનાની ટોચનો અંદાજ કાઢ્યો હતો, જ્યાં હાલમાં કેસ વધી રહ્યા છે અને એ પછી ચીનના અન્ય પ્રાંતોમાં કોરોનાના કેસમાં વધારો થશે. એરફિનિટીએ જણાવ્યું હતું કે ચીનમાં હાલમાં આશરે રોજ ૯,૦૦૦ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે અને ૧.૮ મિલિયન લોકો કોરોનાથી સંક્રમિત થવાનો અંદાજ છે. જ્યારે સંશોધન એજન્સીએ એવી શક્યતા બતાવી છે કે એપ્રિલ ૨૦૨૩ ના અંત સુધીમાં સમગ્ર દેશમાં ૧૭ લાખ લોકોના મૃત્યુ થવાની શક્યતા રહેલી છે.
એરફિનિટીના જણાવ્યા મુજબ, આ મહિનાની શરૂઆતમાં દરરોજ ૫,૦૦૦ થી વધુ કોરોના મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો, જો કે ત્યાં કોવિડના આંકડા એના કરતા ઘણા વધારે નિકળ્યા છે. ચીનમાં સંક્રમણના દરેક કિસ્સામાં વાયરસના નવા વેરિયન્ટની સંભાવના છે અને તે ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો હજુ સુધી એ કહી શક્યા નથી કે શું આનો અર્થ વિશ્વમાં વાયરસના નવા સ્વરૂપનો પ્રકોપ છે, પરંતુ તેઓ આશંકા છે કે આવું થઈ શકે છે.
ચીનના આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે હાલનો પ્રકોપ ઓમિક્રોન વાયરસના કારણે થયો છે, જે અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે વાયરસના નવા ચિંતાજનક સ્વરૂપોને શોધવા માટે એક સર્વેલન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ચીફ એપિડેમિયોલોજિસ્ટ વુ જુન્યુએ ગુરુવારે જણાવ્યું હતું કે જ્યારે પણ ચીનને કોઈ પણ પ્રકારના વાયરસ સ્વરુપ શોધ્યુ ત્યારે તેણે તરત જ સમયસર તેની જાણકારી આપી છે. તેઓએ કહ્યું, ’અમે કંઈ છુપાવતા નથી. તમામ માહિતી વિશ્વ સાથે શેર કરવામાં આવે છે.
જર્મનીના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા જણાવ્યું હતું કે અધિકારીઓ પાસે એ પ્રકારના કોઈ સંકેત નથી કે ચીનમાં આ લહેરના વાયરસનું વધુ કોઈ ખતરનાક સ્વરૂપ વિકસિત થયું હોય, પરંતુ તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. યુરોપિયન યુનિયન પણ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને કહ્યું છે કે ચીનમાં પ્રચલિત વાયરસનું સ્વરૂપ યુરોપમાં પહેલેથી જ સક્રિય છે.

Related posts

સ્પેસને છોડો, પહેલા પૃથ્વી પર ઘણુ કામ કરવાની જરુર છ ઃ બિલ ગેટ્‌સ

editor

अब कश्मीर पर मध्यस्थता की पेशकश नहीं करेंगे : ट्रंप

aapnugujarat

અફઘાનિસ્તાનમાં ગત વર્ષ દરમિયાન ૧૭ પત્રકારોની હત્યા કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1